રાજકોટમાં વર્તી રહ્યો છે હાર્ટ એટેકનો કાળો કહેર… વધુ 2 લોકોનો લીધો ભોગ,શહેરમાં વ્યાપ્યો ભયનો માહોલ

હાર્ટએટેકથી આજે ત્રણના મોત : રાજકોટમાં 2 અને વડોદરામાં ત્રણ લોકોના ધબકાર બંધ થયા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

2 more people died of heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને યુવાનોને હાર્ટ એટેક વધુ ભરખી રહ્યો છે. ઘણા લોકોને જીમમાં કસરત કરવા દરમિયાન તો કોઈને રમત રમતા કે ચાલતા ચાલતા પણ હાર્ટ એટેકનો હુમલો આવે છે અને પળવારમાં તો તેનું મોત નીપજે છે. ત્યારે રાજકોટમાંથી પણ સતત હાર્ટ એટેકના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાંથી વધુ 2 લોકોએ હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવતા શહેરમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

38 વર્ષીય યુવકનું મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના થોરાળા ગોકુલપરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ગુવણંત ચાવડાનું અચાનક હૃદય બેસી ગયું હતું. જેના બાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 38 વર્ષની ઉંમરમાં જ ગુણવંતભાઈના હાર્ટ એટેકથી મોત થવાના કારણે સમગ્ર રાજકોટ શહેરમાં પણ અરેરાટી વ્યાપે ગઈ હતી.

53 વર્ષીય વ્યક્તિને પણ ભરખી ગયો હાર્ટ એટેક :

તો વધુ એક મામલામાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં અવળા ગોવિંદ નગરમાં રહેતા 53 વર્ષીય પરષોત્તમ જાદવને પણ અચાનક હૃદયરોગનો હુમલો થયો હતો. જેના બાદ તેમને પણ તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને પણ ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક સાથે જ બે લોકોને આમ હાર્ટ એટેક આવતા લોકોમાં પણ ભયનો માહોલ છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં જ 4 જેટલા યુવાનોએ હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

24 કલાકમાં જ 4 લોકોના મોત :

રાજ્યમાં સતત હાર્ટ એટેકના મામલાઓ સામે આવી રહ્યા છે, શહેરો ઉપરાંત હવે ગામડામાં પણ લોકોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ શહેરી વિસ્તારમાં 2 લોકો સાથે ગ્રામ્ય વિસ્તારના 2 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત પણ રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી હાર્ટ એટેકની ઘણી ખબરો સામે આવી રહી છે. રાજકોટ ઉપરાંત વડોદરામાં પણ એક 49 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel