ગુજરાતમાં સતત વધી રહ્યા છે હાર્ટ એટેકના મામલાઓ, અરવલ્લીમાં રીક્ષા ચાલકે ગુમાવ્યો જીવ તો નર્મદામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી થયું મોત

હાર્ટ એટેક વધુ એક યુવાનને ભરખી ગયો, ભિલોડા સુનસરના રિક્ષા ચાલક યુવક ઘરે પરિવાર સાથે બેઠો હતો ને ઢળી પડ્યો

2 more people died of heart attack in Gujarat : ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકની ચપેટમાં આવી રહ્યા છે અને તેના કારણે તમેના મોત પણ થઇ રહ્યા છે. કોઈનું રમત રમવા દરમિયાન મોત થાય છે તો કોઈ જીમમાં કસરત કરતા કરતા પણ ઢળી પડે છે. શહેરો બાદ હવે ગામડામાં પણ યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. રોજ બરોજ કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલ અરવલ્લી અને નર્મદા જિલ્લામાં 2 યુવકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાના મામલાઓ સામે આવી રહ્યા છે.

રીક્ષા ચાલકને આવ્યો હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહીતી અનુસાર અરવલ્લીના ભિલોડા તાલુકામાં આવેલા સુનસર ગામમાં રહેતા 41 વર્ષીય મહેન્દ્રભાઈ અમરતભાઈ પરમાર રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચાલવતા હતા. ગત રવિવારના રોજ બપોરના સમયે તે પરિવાર સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન જ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, થોડી જ વારમાં તેઓ ઢળી પડ્યા અને પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ ત્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

પરિવારમાં છવાયો માતમ :

ત્યારે મહેન્દ્રભાઈના આમ અકાળે નિધનના કારણે પરિવારમાં પણ ઊંડા શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમના નિધન બાદ પરિવારના સભ્યો હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા હતા ને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીનો મોપ્ટો તહેવાર આવતો હોવાના કારણે પરિવારના સભ્યનું આ રીતે વિદાય થવું સૌ માટે કારમાં ઘા સમાન હતું. આ ઉપરાંત પણ રાજ્યમાંથી હાર્ટ એટેકની વધુ ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે.

28 વર્ષના યુવકને પણ ભરખી ગયો હાર્ટ એટેક :

હાર્ટ એટેકના વધુ એક મામલામાં વલસાડ આવેલા ડેડિયાવાડામાં રહેતા 28 વર્ષીય નરેશ વસાવા નામના યુવકને પણ રાત્રીના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના બાદ પરિવારજનો તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ત્યાં તબીબે તેને પણ મૃત જાહેર કરતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.  આ રીતે રોજ બરોજ હાર્ટ એટેકના મામલાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સરકાર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે.

Niraj Patel