ગુજરાતમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત ! સુરતમાં 35 વર્ષીય યુવક તો રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું મોત…

કલરકામ કરતા 35 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત,  અંદરની વિગત જાણી લો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Heart Attack News : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવે છે, અને આ સિલસિલો છેલ્લા ઘણા સમયથી યથાવતા છે. ત્યારે હાલમાં જ વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ખબર સામે આવી રહી છે. સુરતમાં 35 વર્ષીય યુવકનું અને રાજકોટના 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડીંડોલીમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ગુજરાન ચલાવતા હતા. રોજની જેમ તેઓ કલરકામ કરવા ગયા હતા. ત્યારે વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર કામ કરતી વખતે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે પછી તેમની સાથે કામ કરતા અન્ય કામદારો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા પણ આ દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું સામે આવ્યુ. બીજા કિસ્સામાં રાજકોટના સંતકબીર રોડ પર રહેતા 60 વર્ષીય વૃદ્ધને રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયુ હતુ. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આધેડ અને વૃદ્ધની સાથે સાથે યુવાઓ અને કિશોરોને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina