ઝાડ ઉપર લટકતી મળી બે સગી બહેનોની લાશ, મોત બાદ આખા ગામમાં મચી ગયો હડકંપ

ગુજરાત સમેત દેશભરમાં આપઘાત અને હત્યાના મામલો સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકો અંગત અદાવતમાં કોઈની હત્યા કરી નાખતા હોય છે તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર કોઈ સગીરા કે યુવતીનું અપહરણ કરીને પણ તેમની સાથે દુષ્કર્મ આચરી તેમની હત્યા કરી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં બે સગી બહેનોના અપહરણ બાદ તે બંનેની લાશ એક જ ઝાડ સાથે લટકાયેલી મળી આવી હતી.

આ મામલો લખીમપુરના નિગાસન પોલીસ સ્ટેશન વિસ્તારના તમોલિન પૂર્વા ગામનો છે. અહીં બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. મૃતક છોકરીઓની માતાએ જણાવ્યું કે મોટી દીકરી 17 વર્ષની અને નાની 15 વર્ષની હતી. બંને ઘરની બહાર બેઠા હતા, આ દરમિયાન જ્યારે તે ઘરની અંદર ગઈ ત્યારે 3 બાઇક સવાર યુવકો ત્યાં પહોંચ્યા હતા. તે ત્રણ છોકરાઓમાંથી બે છોકરાઓએ બંને દીકરીઓને ખેંચીને બાઇક પર બેસાડીને ભાગી ગયા હતા. જે બાદ બંને દીકરીઓના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.

મૃતક છોકરીઓની માતાએ જણાવ્યું કે, હું મારી દીકરીઓ સાથે ઘરની બહાર બેઠી હતી. હું અંદર ગઈ કે તરત જ બાઇક પર પીળા શર્ટ અને સફેદ શર્ટ પહેરેલા બે છોકરાઓ દીકરીઓને ખેંચવા લાગ્યા, જ્યારે વાદળી શર્ટ પહેરેલ યુવકે બાઈક સ્ટાર્ટ કરી અને તેમની સાથે ભાગી ગયો. મહિલાએ કહ્યું કે આ દરમિયાન મારા કપડા પણ ફાટી ગયા હતા. આ ત્રણેય છોકરાઓ રોજ આવતા હતા.

મહિલાના જણાવ્યા મુજબ ત્રણેય લાલપુરના રહેવાસી હતા. ઘટના પછી, પોલીસને લગભગ 5:40 વાગ્યે ડાયલ 112 દ્વારા તેની માહિતી મળી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો પિતાએ જણાવ્યું કે મારી બંને દીકરીઓ બપોરે 2 વાગ્યાથી ગુમ છે. તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી બંને બાળકીઓના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના લખીમપુરી ખેરી જિલ્લામાં બે સગી બહેનોના મૃતદેહ મળવાના સંબંધમાં પોલીસે એફઆઈઆર નોંધી છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે નિગાસણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ઘરમાં ઘુસીને હુમલો, બળાત્કાર (376), હત્યા (302) અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

નિગાસન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ગામના છોટુ નામના યુવકે તેના અન્ય ત્રણ સાથીઓ સાથે ઘરમાં ઘૂસીને માતા પર હુમલો કર્યો. જે બાદ બંને બહેનોને બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી દેવામાં આવી હતી. બંને બહેનો પર બળાત્કાર કર્યા બાદ તેમની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી છોટું, જુનૈદ, સોહેલ, હઝીજુરરહેમાન, કરીમુદ્દીન અને આરીફ સમેત કુલ 5 લોકોની ધરપકડ કરી છે,

Niraj Patel