...
   

25 કિલો સોનું પહેરી બાલાજી મંદિર પહોંચ્યા 2 મોટી હસ્તી, સુરક્ષા માટે લગાવવી પડી સિક્યોરિટી; ચશ્માં, બ્રેસ્લેટ અને ચેઇન બધું જ સોનાનું- જાણો કેટલી છે સોનાની કિંમત

પૂણેનો એક પરિવાર મિત્ર સાથે 23 ઓગસ્ટ શુક્રવારના રોજ 25 કિલો સોનું પહેરીને આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુમાલા વેંકટેશ્વર મંદિરે પહોંચ્યો હતો. તેમની સુરક્ષા માટે એક પોલીસકર્મી અને બે બોડીગાર્ડ પણ હતા. વીડિયોમાં દરેક સોનાના દાગીના પહેરેલા જોવા મળે છે. પુરુષોના ગળા જ્વેલરીથી ભરેલા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા કરતાં પુરુષોએ વધુ જ્વેલરી પહેરી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા વાયરલ થઇ ગયો. એવું કહેવાય છે કે બે વ્યક્તિ ખૂબ સારા મિત્રો છે અને પુણેના રહેવાસી છે. બંને પુણે ગોલ્ડન ગાઇઝના નામે પ્રખ્યાત છે. મહિલા અને બાળક સનીની પત્ની અને પુત્ર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વ્યવસાયે ફિલ્મ ફાઇનાન્સર અને પ્રોડ્યુસર છે. જ્યારે સની સામાન્ય રીતે 7 થી 8 કિલો સોનું પહેરે છે તો સંજય સામાન્ય રીતે 4 થી 5 કિલો સોનું પહેરે છે.

આ સિવાય તેને મોંઘી કારનો પણ શોખ છે. બંને બિગ બોસ 16નો ભાગ પણ રહી ચૂક્યા છે. તે આ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે જોડાયા હતા. તેઓ કપિલ શર્મા શોમાં પણ જોવા મળ્યા હતા. મંદિરમાં પ્રવેશતા જ સોનાના દાગીનાથી લદાયેલા બંને શખ્સોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે પહેરેલા સોનાની કિંમત 180 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Shah Jina