જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 2 જુલાઈ : માતાજીની કૃપાથી શુક્રવારનો આજનો દિવસ તમારા માટે રહેવાનો છે ખુબ જ ખાસો, જાણો આજનું તમારું રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries): જો તમે પર્યાપ્ત આરામ નહીં કરો તો તમે ખુબ થાકેલા પોતાની જાતને અનુભવી શકો છો. ભાગીદારીના વ્યવસાયો અને ચાલાકીભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. બાળકો તમને તેમની સિદ્ધિઓ પર ગર્વનો અનુભવ કરાવશે. સાચા અને પ્રેવિત્ર પ્રેમની અનુભૂતી કરો. આજે તમારે ઓફિસમાં કંઈક એવું કામ કરવું પડી શકે છે જેનાથી તમે લાંબા સમયથી બચવાની કોશિશ કરતા રહ્યા હતા.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):દાંતનું દર્દ અથવા પેટ દર્દ તમારા માટે પરેશાની ઉભી કરી શકે છે. જાતે જ ખર્ચ કરવાનું ટાળો, નહીં તો તમે ખાલી ખિસ્સુ લઈને ઘરે આવશો. તમારી પાર્ટીમાં દરેક લોકોને આમંત્રણ આપી શકો છો કારણ કે આજે તમારી પાસે વધારાની ઉર્જા છે, જે તમને કોઈ પાર્ટી અથવા ઇવેન્ટનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરશે. જીવન અને કામકાજમાં બીજા માટે એક આદર્શ બની શકે છે. ગર્મજોશી અને બીજાની મદદ કરાવની અચ્છાની સાથે માનવીય મૂલ્યોને પોતાનામાં રાખી તમને પહેચાન અપાવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): બેકારની વાતો પર ચર્ચા કરી પોતાની ઉર્જા ખરાબ ન કરો. જાણી લો કે વિવાદથી કઈં હાંશિલ થતુ નથી. અચાનક ખર્ચથી આર્થિક બોજ પણ વધી શકે છે. પરિવારના સભ્યો સાથે હળવા અને શાંત દિવસનો આનંદ માણો. જો કોઈ લોકો તમારી પાસે મુશ્કેલીઓ લઈ આવે છે તો તેને નજરઅંદાજ કરો અને તેનાથી તમારી માનસિક શાંતિ ભંગ ન થવા દો. તમારા પ્રિયની નાની ભૂલને અવગણો.

4. કર્ક – ડ, હ (Cancer):આજે તમારી પાસે સારી ઉર્જા હશે, પરંતુ કામનો બોજો તમને ગુસ્સો અપાવી શકે છે. હંમેશા ધીમે-ધીમે શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. એવું લાગે છે કે, તમે જાણો છો કે લોકો તમારી પાસેથી શું ઇચ્છે છે, પરંતુ આજે તમે ખર્ચ કરવાનું ટાળો. કોઈની સાથે જલ્દીથી મિત્રતા કરવાનું, આને કારણે તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. તમારું ઉર્જા સ્તર કાર્યક્ષેત્રમાં અચાનક નીચે આવી શકે છે, જેના કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

5. સિંહ – મ, ટ (Leo): તમારે તમારો વધારાનો સમય પોતાના શોખ પુરા કરવામાં અથવા કામ કરવામાં લગાવવો જોઈએ. ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિ ભંગ કરી શકે છે. જો તમે પાર્ટી કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા સારા મિત્રોને કોલ કરો. તે લોકો તમારો ઉત્સાહ વધારશે. આજે તમારા જીવનસાથી તમારી પાસેથી ઘણા વધારે અપેક્ષા રાખી શકે છે. તમારે કાર્યક્ષેત્રમાં નવા પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ ઈમાનદારીથી કામ કરશો તો કામ સારી રીતે થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): તબીયત સારી રહેશે. માત્ર એક દિવસને ધ્યાનમાં રાખી જીવવાની તમારી આદત પર કાબુ કરો. અચાનક ખર્ચથી આર્થિક સમસ્યા વધી શકે છે. તમારા બાળકોને તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ઉઠાવવા ના દો. જો તમે ઘરમાં હુકમ ચલાવવાનો પ્રયાસ કરો છો તો પરિવાર વચ્ચે ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે છે. આજે તમે કોઈ ટીમનું નેતૃત્વ કરવા અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાની સ્થિતિમાં હશો. કેટલાક લોકો માટે, આકસ્મિક મુસાફરી વધારે તણાવપૂર્ણ બનશે.

7. તુલા – ર, ત (Libra):સળંગ તમારી કામમાં દખલઅંદાજી તમારા ભાઈને ગુસ્સો અપાવી શકે છે. જેથી તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી સલાહ ન આપવી. આત્મવિશ્વાસની કમી ખુદ પર હાવી ન થવા દો, કેમ કે, તે તમારી સમસ્યા વધારશે જ, સાથે તમારી પ્રગતિમાં પણ રુકાવટ ઉભી કરશે,. પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે પોતાની વાત ખુલીને કહો અને પરેશાનીઓનો સામનો ખુશીથી કરો. આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી દુર ન જાઓ.જો તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનાવી રાખશો, તો પોતાના કરિયરમાં પ્રગતિ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજે તમે આજે તમે રમત-જગતમાં ભાગ લઈ શકો છો, જે તમને તંદુરસ્ત બનાવી રાખશે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરશો તો, સારો એવો ફાયદો મળી શકે છે. પોતાના પરિવારની ભલાઈ માટે મહેનત કરો. તમારા કામ પાછળ પ્રેમ અને દૂરદ્રષ્ટીની ભાવના હોવી જોઈએ, ના કે લાલચનું ઝહેર.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. બીજા લોકોને પ્રભાવીત કરવા માટે જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. સમજદારીથી કામ લો અને જો સંભવ હોય તો તેનાથી બચો, કેમ કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ તમારા માટે મદદગાર નહીં રહે. આજે એવી વસ્તુ ખરીદવા માટે સારો દિવસ છે, જેની કિંમત આગળ જતા વધી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):પોતાના જીવનસાથીની દરેક બાબતોમાં માથુ ન મારો, પોતાના કામથી કામ રાખો. ચાલાકીવાળી આર્થિક યોજનાઓમાં ન ફસાઓ તેનું ધ્યાન રાખજો. રોકાણ કરવામાં થોડી સાવધાની રાખો. તમારી સ્વચ્છંદ શૈલી ઘરમાં તણાવ લાવી શકે છે. મોડી રાત સુધી ઘરની બહાર રહીને ખર્ચા કરવાનું ટાળો. તમારે તમારા પ્રિયને જરૂરી સમય આપવો પડશે નહીં તો એ નારાજ થઇ જશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કામનો બોઝો આજે કઈંક તણાવ અને ખીજનું કારણ બની શકે છે. ભાગીદારીના વ્યવસાયો અને ચતુરાઈ ભરેલી નાણાકીય યોજનાઓમાં રોકાણ ન કરો. જેની તબિયત ખૂબ જ ખરાબ હોય તેવા સંબંધીઓને મળવા જવાનું થાય. પોતાની દિવાનગીને કાબુમાં રાખો. નહીં તો તમારા પ્રેમ સંબંધને મુશ્કેલીમાં મુકી શકે છે. પોતાની કાર્યકુશળતા વધારવા માટે નવી ટેક્નિકનો સહારો લો. તમારી શૈલી અને કામ કરવાનો નવો અંદાજ તમારા નજીક રહેતા લોકોમાં રસ ઉભો કરશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): જો ધુમ્મસ તમારી આજુબાજુ છવાયેલું છે અને પ્રગતિમાં તે અડચણ ઉભી કરે છે, તેમાંથી બહાર નીકળવા માટેનો આ સમય છે. હોંશિયારી ભરેલી આર્થિક યોજનાઓમાં ફસાઈ જવાનું ટાળો. રોકાણ કરવામાં ખૂબ કાળજી લેશો. વધારાના ખર્ચાઓ તમારા દિમાગ ઉપર છવાયેલા છે. પિતાનું કડક વર્તન તમને નારાજ કરી શકે છે. પરંતુ હાલાતને નિયંત્રણમાં રાખવા માટે શાંત રહો. જેનાથી તમને ફાયદો થશે.