જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 2 જાન્યુઆરી : હનુમાનદાદાની કૃપાથી શનિવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ લાભકારક

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોના આજના દિવસે દિવસની શરૂઆત સારી રહેશે. આજના દિવસે બધા જ કામમાં સફળતા મળશે. બપોર બાદ સ્થિતિ બદલાશે તેથી મહત્વપૂર્ણ કામ બપોર સુધી પુરા કરી લો. આજના દિવસે સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે.  ઠંડીના કારણે શરદી ખાંસીની સમસ્યા થઇ શકે છે. પરણિત લોકો આજે બપોર બાદ સારો સમય પસાર કરી શકે છે. પ્રેમી પંખીડાઓનો આજે મળવાનો યોગ છે

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને આજના દિવસે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવના પ્રયત્ન કરવા જેનાથી આજના દિવસે તકલીફ ઓછી થશે. આજના દિવસે કામમાં સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતમાં સફળતા મળશે. આજે કોઈ યાત્રા પર જવાનો સંયોગ બની શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકો માટે આજે કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):  આ રાશિના જાતકોનો આજનો દિવસ સામાન્ય રહેશે. કામને લઈને આજે સારા પરિણામ મળશે. આજના દિવસે કામ પર વધુ ધ્યાન આપશો. જેનાથી પ્રદર્શનમાં સુધારો આવશે. સરકારી કામમાં લાભ થશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી તમને કામમાં મદદ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ બાબતને લઈને ઝઘડી શકે છે, પરંતુ તમારા પ્રિય વ્યક્તિનો ગુસ્સો દૂર કરવા ચોકલેટ આપી તેમને મનાવી શકો છો.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે કોઇ સારી વસ્તુ ખરીદવાનો મોકો મળશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. પરિવારના લોકો તમારી સાથે રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સારા પરિણામ મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ ખાસ વ્યક્તિ તમને પ્રપોઝ કરી શકે છે. પરણિત લોકોને તણાવમાંથી મુક્તિ મળશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોના આજના દિવસની સારી શરૂઆત થશે. આજે તમારી આવકમાં વધારો થઇ શકે છે. બપોર બાદ ખર્ચમાં વધારો થશે. આજના દિવસે વિદેશ યાત્રાને લઈને ખુશખબરી મળી શકે છે. આજના દિવસે શિક્ષણ ક્ષેત્રે સારું પરિણામ મળશે. ખર્ચ હોવા છતાં પણ મન ખુશ રહેશે. પારિવારિક જીવન આનંદમાં વીતશે. કામને લઈને સફળતા મળશે. દાંમ્પત્ય જીવનમાં તણાવ આવી શકે છે. પેમી પંખીડાઓ આજે સારો સમય પસાર કરશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોને આજના દિવસે મુશ્કેલી ઓછી થશે. આજના દિવસે આર્થિક રીતે તમે મજબૂત રહેશો. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે પરિવારના લોકો તમારા પર વિશ્વાસ કરશે. બીજાના કામમાં દખલગીરી કરવાથી બચો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવમાં પસાર થશે, જીવનસાથી આજે કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોને આજના દિવસે અચાનક ધનલાભ થશે. આજના દિવસે પૈસાને બેંકમાં જમા કરાવવામાં સફળતા મળશે. આજના દિવસે તમારી બોલીથી લોકોના દિલજીતી શકશો. કામને લઈને આજના દિવસે ભાગદોડ કરવી પડશે. આજના દિવસે પરિવારવાળાનો સહયોગ પ્રાપ્ત થશે. આજના દિવસે પરણિત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને પરિવાર સાથે મેળવી શકો છો. .

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશે. આજના દિવસે ભાગદોડ પણ રહેશે. આજના દિવસે ઘરનો સૌથી નાનો સભ્ય ઘણો ખુશ નજરે આવશે. જેના કારણે સંબંધ સારા થશે. આજના દિવસે પરિવારજનોનો સહયોગ મળશે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમમાં વધારો થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજનો દિવસ થોડો કમજોર રહેશે. નોકરી માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે લોકો તમારા કામની પ્રસંશા કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પરિવારજનોનો પ્રેમ મળશે. આજે તમારે તમારી મહેનત દ્વારા તમારા સપના પૂર્ણ કરવા તરફ એક ડગલું આગળ વધવાનું છે. આજના દિવસે વિરોધીઓ તમારા પર ભારે પડશે. જેથી થોડા સાવચેત રહો. આજના દિવસે ખર્ચ વધારે રહેશે. આજનો દિવસ યાત્રા પર જવા માટે અનુકૂળ નથી. સ્વાસ્થ્ય સારું રહેશે. દાંમ્પત્ય જીવન માટે દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડાઓને આજે મળવામાં વિલંબ થશે.

10. મકર – જ, ખ (Capricorn): આજનો દિવસ તમારા માટે નવી આશા લઈને આવશે. આજનો દિવસ ખુશહાલથી ભરેલો વીતશે. પરંતુ ખર્ચો વધારે રહેશે. વિવાહિત લોકોનું લગ્ન જીવન સુખી રહેશે. પારિવારિક જીવનમાં સમય વિતાવશે. તમારા કામના સંબંધમાં સારી કાર્યક્ષમતાથી તમને ફાયદો થશે અને બોસ તમારી સાથે ખુશ રહેશે. તમે તમારા પ્રિય સાથે વધુ સારી ક્ષણોનો આનંદ માણશો. પ્રિય વ્યક્તિ સાથે આખો દિવસ સાથે રહેવાનો પ્રયત્ન કરશે જેનાથી જીવન જીવવા માટે એક નવું વલણ મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજના દિવસે માનસિક તણાવ દૂર થવાથી દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય મામલે આજનો દીવસ સારો રહેશે. આજના દિવસે પરણિત લોકોનું ગૃહસ્થ જીવનમાં તણાવ આવવાથી મન એટલું ખુશ નહીં રહે. પારિવારિક જીવનથી તમે સંતુષ્ટ થશો. આજના દિવસે સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. ઉચ્ચ શિક્ષા માટે દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને લઈને ઘરમાં વાત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીમાં વીતશે, કારણ કે આજે તમને તામ્ર કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે. નોકરી અને ધંધામાં પણ આજે આવક સારી રહેવાના કારણે તમે વધારે ખુશ થશો. સાંજે પોતાના પરિવાર સાથે બહાર જમવાનું આયોજન કરી શકો છો. પ્રેમી પંખીડાઓ આજે સાંજના સમયે સાથે સમય પસાર કરશે. જેનાથી બંને એકબીજાની વધુ નજીક હોવાનો અનુભવ પણ કરી શકશે.