દુઃખદ: વિદેશમાં વધુ બે તેજસ્વી ગુજરાતી વિદ્યાર્થીઓના મોત ! પાર્ટી કરવા ગયા ને ડૂબી ગયા…

USમાં ભણતા બે હોશિયાર ગુજરાતી સ્ટૂડન્ટ્સને મળ્યું દુનિયાનું સૌથી ભયાનક મોત, સિદ્ધાંત શાહ અને આર્યન પાર્ટી કરવા ગયા હતા ત્યારે બની ઘટના- જાણો અંદરની વિગત

આજકાલ ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. ઘણા વિદ્યાર્થીઓ સારા અભ્યાસ માટે તો ઘણા વધારે કમાવવાની લાલચે વિદેશ જતા હોય છે. કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પણ વિદેશમાં ઘુસવાનો પ્રયાસ કરતા હોય છ્. છેલ્લા ઘણા સમયથી કેટલીક ગુજરાતીઓના કે ભારતીયોના મોતની ખબરો સતત સામે આવી રહી છે. ક્યાંક કોઈની લૂંટના ઇરાદે હત્યા તો કોઈનું અકસ્માતમાં મોત તો કોઇનું લેકમાં ડૂબી જવાને કારણે મોત થયાના સમાચાર સામે આવે છે. ત્યારે હાલમાં વધુ બે ગુજરાતી વિદ્યાર્થીઓના મોતે ચકચારી મચાવી છે.

Image source

અમેરિકાના લેક મોનરોમાં શનિવારે ડૂબી ગયેલા બે ગુજરાતી વિદ્યાર્થીઓના મૃતદેહ ચાર દિવસની ભારે શોધખોળ બાદ મંગળવારે મળી આવ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓ ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને બે મૃતકોમાંથી એક સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો હતો, જ્યારે આર્યન વૈધ પરિવાર સાથે ઓહાયોમાં રહેતો હતો. બંને મૃતકો મિત્રો સાથે લેક મોનરોમાં બોટિંગ માટે ગયા હતા અને પછી તેઓ તેમાં ન્હાવા માટે પડ્યા હતા.

જો કે, લેક મોનરોમાં કૂદતાની સાથે જ તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને બહાર ન આવતા તેમની સ્કુબા ડાઈવર્સ અને રેસ્ક્યુ ટીમે સતત ચાર દિવસની શોધખોળ કરી હતી. જો કે, ચાર દિવસ પછી બંને વિદ્યાર્થીઓ સિદ્ધાંત શાહ અને આર્યનની બોડી બહાર આવી. એક અમેરિકન વેબસાઈટના અહેવાલ પ્રમાણે બંને ગુજરાતી વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રો દરરોજ લેક મોનરો ખાતે આવીને રેસ્ક્યુ ઓપરેશન જોતા હતા.

Image source

પણ મંગળવારે સવારે બંનેની બોડી મળી આવતા ચકચાર મચી ગઇ હતી અને પરિવારમાં પણ કલ્પાંત સર્જાયો હતો. સિદ્ધાંત અને આર્યન તળાવમાં સ્વીમિંગ માટે કૂદ્યા હતા પણ તેમણે લાઈફ જેકેટ પહેર્યા ન હતા. તેના કારણે આ દુર્ઘટના ઘટી. ત્રણેક દિવસથી ઘટનાસ્થળે સખત પવન ફૂંકાતો હોવાના કારણે રેસ્ક્યુ ટીમને શોધખોળ દરમિયાન ઘણી મુશ્કેલી પડી હતી. જે પણ લેક મોનેરો ખાતે પિકનિક કાર્યક્રમ મનાવવા ગયા હતા તેમનો કાર્યક્રમ ટ્રેડેજીમાં ફેરવાઈ ગયો.

ત્યારે સતત ચાર દિવસની શોધખોળ બાદ વિદ્યાર્થીઓનો પત્તો લાગ્યો અને અંતે મંગળવારે 18 ફૂટ ઉંડા પાણીમાંથી બંનેના મૃતદેહો મળી આવ્યા. જણાવી દઇએ કે, આર્યન વૈદ્યના માતા-પિતા અમેરિકામાં સિનસિનાટી ખાતે રહે છે અને તેણે 2021માં ગ્રેજ્યુએશન કર્યું હતું. જો કે, પછી તે અહીં ભણવા આવ્યો હતો. જ્યારે સિદ્ધાંત શાહના માતા-પિતા ગુજરાતમાં રહે છે, પણ તેના કેટલાક સંબંધી અમેરિકામાં રહે છે અને તેઓ સર્ચ ઓપરેશન દરમિયાન હાજર હતા.

Image source

સર્ચ ઓપરેશન કરનાર એક અધિકારી અનુસાર, બંને વિદ્યાર્થીની બોડીને પીએમ માટે મોકલાઇ છે. વિદ્યાર્થીઓની બોટમાંથી આલ્કોહોલિક પીણાં મળ્યા છે અને તેનો આ ઘટના સાથે સંબંધ છે કે નહીં તે હાલ કંઇ માહિતી નથી. અધિકારીએ જણાવ્યુ હતુ કે, જો કોઇને તરતા આવડતું હોત તો પણ કોઈ પણ વ્યક્તિ આવા તળાવમાં તરત ડૂબી શકે છે. પણ લાઈફ જેકેટ પહેર્યું હોય તો વધારે સુરક્ષિત રહેવાય છે.

Shah Jina