આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 2 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારા અટકેલા પૈસા આજે તમને પરત મળશે. નવી જગ્યાએ બિઝનેસ કરવા અને નવી સ્કીમમાં પૈસા રોકવા માટેનો સારો દિવસ છે. પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઇન્કમ વધવાની સાથે ખર્ચ પણ વધશે નાહકની અને બિનજરૂરી વસ્તુઓ પાછળ સમય અને પૈસા વેડફશો નહિ. પરણિત મિત્રો માટે આજનો દિવસ સંન્ય રહેશે. તમારા જીવનસાથીને તેમના કામમાં સફળતા મળશે. તેમની ખુશીમાં તમારો આખો પરિવાર ખુશ હશે. વિદ્યાર્થી મિત્રો માટે આજે બહુ ખાસ દિવસ છે તેમણે દરેક નાનામાં નાની વાત પર ધ્યાન આપવાનું છે. જે મિત્રો ભણવા માટે વિદેશ જવા ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરશો તો ભવિષ્યમાં ખૂબ લાભ થાય એવા યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો
4. કર્ક – ડ,હ (Cancer):
શેર માર્કેટ અને કમોડીટી સાથે જોડાયેલ વ્યક્તિને નુકશાન થાઓ શકે છે. પરિવાર અને સમાજમાં માન અને સન્માન મળશે આજે અમુક મોટા માથાના વ્યક્તિઓ સાથે રૂબરૂ મુલાકાત થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. લગ્નજીવન આજે એક અનોખી ઉંચાઈ પર હશે. આજે પત્ની તરફથી તમને કોઈ ભેટ મળવાની સંભાવના છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો કોઈ મિત્રો પગાર વધારે મેળવવા માટે નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તો તેમની માટે આજે સારી ઓફર આવી શકે છે. જમીન અને ઘર સાથે જોડાયેલ કોઈ કોર્ટના વિવાદમાં તમારી જીત થશે. ધનલાભ થવાના યોગ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):
આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
ઘણા સમય પહેલા કરેલા રોકાણમાંથી અનેક ધનલાભ થવાના યોગ છે. જો કોઈ જગ્યાએ પૈસા રોકવા માંગો છો તો મકાન કે પછી જમીન ખરીદી શકો છો. પરિવારમાં સુવિધા માટે સાધન વસાવવાનો યોગ છે. તમારી ઉન્નતીથી ઘરના દરેક સભ્ય બહુ ખુશ હશે. કોઈપણ નવું કામ શરુ કરતા પહેલા ઈશ્વર અને માતા પિતાનો આભાર જરૂર માનજો. જે પણ પ્રેમી મિત્ર પોતાના પ્રિયપાત્રને લગ્ન અતે પ્રપોઝ કરવા માંગે છે તેમને સફળતા જરૂર મળશે. વેપારી મિત્રોને પણ ધનલાભ થવાના યોગ છે. કોઈને પણ ઉધાર પૈસા આપતા પહેલા બધી ખાતરી જરૂર કરી લેજો. તમારા હિતશત્રુઓથી સાવધાન રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
7. તુલા – ર,ત (Libra):
જે રીતે સતત ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે એ રીતે તમારા સ્વાસ્થ્યમાં પણ અસર થશે. તમારા સંતાનોના કામમાં સાથ આપો. તમને જે વાત અકે લોકો પસંદ નથી તેમનાથી બને એટલા દૂર રહો.આજના દિવસે માનસિક તાણમાં વધારો થશે. નોકરી કરતા મિત્રો આજે તમારા ઉપરી અધિકારી તરફથી તમને વધુ કામ મળશે. પણ આજે કોઈપણ કામમાં તમને સરળતાથી સફળતા મળશે. તમારા મહત્વના નિર્ણયમાં તમારા જીવનસાથીને સાથે રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
તમારો વેપાર આગળ વધારવા માટે તમને તામ્ર મિત્રો અને સંબંધીઓ મદદ કરશે. કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાશે, ઘરમાં રહેતી સ્ત્રીઓની તબિયત બગડી શકે છે. જીવનસાથી સાથે આજની સાંજ વીતવા માટે કોઈ શાંત અને સારી જગ્યાએ જાવ. પત્ની તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. આજે તમે વાતાવરણ અનુસાર ભોજન કરી શકશો. સાંજના સમયે ગેસ કે એસીડીટી જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને ટૂંક સમયમાં પ્રમોશન મળવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : ગ્રે
10. મકર – જ, ખ (Capricorn):
તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત થશે. આજે ઘર પરિવાર માટે ખરીદી કરવા જવાનું થઇ શકશે. પૈસા કમાવવા માંગો છો તો લોટરી અને શરત વાળા પ્રોજેક્ટથી દૂર રહેજો. પરિવાર સાથે એક નાનકડી પીકનીક પ્લાન કરી શકો છો. જીવનસાથી સાથે પ્રેમ વધતો જ જશે. જે પણ મિત્રોને ડાયાબિટીસ, હ્રદયની બીમારી વગેરે જેવી બીમારી છે તો તેમણે આજે પોતાના ખાવા અને આદત પર ધ્યાન આપવાનું રહેશે. નોકરી બદલવા માંગતા મિત્રો માટે સારા સમાચાર છે. વિદ્યાર્થી મિત્રોને તેમણે આપેલ પરીક્ષામાં જોઈતી સફળતા મળશે. પૈસા કમાવવા માટે આજનો દિવસ બેસ્ટ છે તો તમારી મહેનતથી તમે તમારા દરેક કામ આજે પુરા કરો તમારા દરેક કામમાં આજે તમને સફળતા મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાડરી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમને આજ સુધી જો તમારી કરેલ મહેનતનું પરિણામ નથી મળ્યું તો હવે તમારી ઈમાનદારી અને તમારા કામની પ્રશંસા થશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. બિઝનેસ કરવા માંગતા મિત્રોએ નિષ્ણાત અને અનુભવી મિત્રોની સાલા જરૂરથી લેવી. લાંબા સમયથી કોઈ મિત્ર કે સંબંધી સાથે બોલચાલ બંધ છે તો આજના દિવસે તેમને મનાવી લો. તમારા વાણી અને વર્તનને કંટ્રોલ કરો ક્યાંક તમારી કીધેલી વાત કોઈ દિલ પર લગાડી દે નહિ. આજે તમારે ઘણાબધા લોકોની વચ્ચે તમારો અવાજ ઉઠાવવાનો છે. તમારી હિંમતથી બીજા ઘણા લોકો આગળ આવશે અને તમે લીડર બનીને આજે કાર્ય પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની
આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – પૈસા કમાવા માટે આ વર્ષ સારું સાબિત થશે લાંબી મુસાફરી તમને સારો ફાયદો અપાવશે. વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.

કૌટુંબિક-પારિવારિક – વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here