મોરબીની કાળજું કંપવાનારી ઘટનામાં એકસાથે 12 લોકો કાળનો કોળિયો બનતાં અરેરાટી ફેલાઈ

રવિવારના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા. આ કાળજું કંપવાનારી ઘટનાએ અનેક પરિવારનો માળો વીખી નાંખ્યો. આ હોનારત બાદ અનેક પરિવારમાં હાલ માતમનો માહોલ છવાયો છે. પુલ તુટતા અનેક પરિવારો તુટ્યા છે. કોઈએ દિકરો ગુમાવ્યો છે તો કોઈએ માતા-પિતા તો કોઈએ ભાઈ તો કોઈએ બહેન. આ દુર્ઘટનામાં ખાનપર ગામના એક જ પરિવારના માતા-પિતા,

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

બે પુત્રી ઉપરાંત મોરબીના હરિપર કેરાળા તેમજ અમદાવાદના સંબંધીઓ મળીને કુલ 12 લોકોના મોતથી ભારે ગમગીની છવાઈ ગઈ છે.મોરબીના ખાનપરના હરેશભાઈ અને તેમનો પરિવાર ઉપરાંત હરિપર કેરાળા ગામે અને અમદાવાદ રહેતા સંબંધીઓ મળીને 12 જેટલા લોકો ઝૂલતા પૂલ પર ફરવા ગયા હતા. ત્યારે અચાનક પુલ તૂટી નદીમાં પડતા તમામ નદીમાં ખાબકયા હતા. જેમાં હરેશભાઇ તેમની પત્ની ધારાબેન અને તેમની બે 19 અને 17 વર્ષિય દીકરીઓ નદીમાં ડૂબી ગઇ હતી,

જેને કારણે તેમનું મોત નીપજ્યુ હતુ. ધારાબેનની ખાનપર ગામમાં જ સાસરે રહેતી અને આઠ મહિના પહેલા લગ્ન કરનારી બહેન અને બીજા હરિપર કેરાળા ગામે રહેતા તેમજ અમદાવાદમાં રહેતા પણ કુલ 12 લોકોના નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. ત્યારે 12 વ્યક્તિના મોતથી ત્રણ ચાર પરિવારનો માળો વીખાતા ભારે અરેરાટી મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે બનેલી ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી 130થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાનું સરકારી ચોપડે બોલાઇ રહ્યુ છે.

આ સાથે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ છે. મોરબીના ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે કલાકોમાં જ 9 લોકોની અટકાયત કરી હતી. જો કે, આ લોકોમાં પુલના પ્રબન્ધક, મેન્ટેનશન્સ સાંભળનારા લોકો છે. ઓરેવા કંપની કે તેના માલિક જયસુખ પટેલના નામનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Shah Jina