હાલમાં જ ભારત સરકાર દ્વારા કાશ્મીરમાંથી ધારા 370 હટાવી દીધી હતી. જેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે. ત્યારે પાકિસ્તાનના મહેશ્વરી સમાજના 2 કપલનો એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે.

હાલમાં પાકિસ્તાનમાં તણાવનો માહોલ મહેશ્વરી સમાજના 2 કપલોને ડર લાગ્યો હતો કે ત્યાં ધામધૂમથી લગ્ન નહિ કરવા દે. જેના કારણે બન્ને કપલ કરાચીથી ગુજરાતના રાજકોટ સુધી પ્રવાસ ખેડ્યો હતો. જયારે બન્ને કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

કરાચીમાં રહેતા અનિલ લાખિયાના લગ્ન નિશા લાખિયા સાથે અને ચેતન ડોરૃના લગ્ન મંજુલા ડોરૃ સાથે શનિવારે ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં આશરે 3 હજારથી વધુ માહેશ્વરી સમાજના લોકો રહે છે. પરંતુ ત્યાં સારું વાતાવરણ ના હોય રાજકોટ આવીને લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો. હિન્દૂ માટે ત્યાં જીવવું મુશ્કેલ હોય છે. આ સમાજના લોકો પૈસા તો કમાઈ છે. પરંતુ તેનું જીવન કાયમી જોખમથી ભરેલું છે.

સાથે જ મહેશ્વરી સમાજના સમૂહ લગ્ન રાજકોટ થતા હોય તેથી તે લોકો અહીં આવ્યા હતા. આ પ્રકારની સ્વતંત્રતા પાકિસ્તાનમાં મળતી નથી. ગત વર્ષ મપણ આ સમાજના 15 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી પાકિસ્તાનથી આવેલા 90 જેટલા યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, અનિલ લખિયા અને નિશા લખિયા લગ્ન બાદ જ ભારતમાં સ્થાયી થવા માંગે છે. આ સમાજના ઘણા લોકો ભારતમાં લાંબા ગાળાના વિઝા પર હોય છે. ત્યારબાદ ભવિષ્યમાં વિઝા રીન્યુ કરાવીને અહીં જ સ્થાયી થવા માંગે છે. જયારે ચેતન ડોરું અને મંજુલા ડોરું લગ્ન બાદ થોડા સમય બાદ પાકિસ્તાન પરત ફરશે.
અનિલ લાખિયાએ જણાવ્યું હતું, પાકિસ્તાનમાં છોકરીઓને 10માં ધોરણ બાદ ભણતા-ભણતા ઉઠાવી લેવામાં આવે છે, પાકિસ્તાનમાં શિક્ષણ મામલે ખુબ જ ખરાબ છે. સાથે જ પાકિસ્તાનમાં હિન્દૂ ધર્મના લોકોને લઘુમતીમાં ગણતરી કરવામાં આવે છે. તો કેટલીક હિન્દૂ છોકરીઓનું મૌલવીઓ દ્વારા ધર્માન્તરણ કર્યું હોવાનો પણ ખુલાસો કર્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks