સુરત જહાંગીરપુરામાં બે સંતાનની માતા ધાબા પર સુવા ગઈ તો પતિનો મિત્ર આવ્યો અને ભાભીના શરી પર હાથ ફેરવવા લાગ્યો, નીચે રૂમમાં સાસુ સુતા હતા પછી…

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર નાની નાની સગીરાઓને યુવક પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવતા હોય છે. તો ઘણીવાર પરણિત મહિલાઓ પર પણ કેટલાક વ્યક્તિઓ નજર બગાડતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક બે સંતાનની માતા સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ મહિલાના પુત્ર પર છરી મૂકી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષિય પરણિતા રાત્રે જમ્યા બાદ બાળક સાથે રૂમમાં સૂઇ ગઇ હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ તેનો પુત્ર રડતો હોવાને કારણે તે ઉઠી અને તેની નજર પતિના મિત્ર રાશીદ મહેબૂબ પઠાણ પર પડી હતી અને આ દરમિયાન તે ચોંકી ગઇ હતી. પરણિતા કંઇ પણ સમજે તે પહેલા રાશીદે છરા વડે પુત્ર અને પરણિતાને બાનમાં લીધા અને ધમકી આપતા કહ્યુ કે, અગર તું ચિલ્લાઇ તો મેં ઇસકો ખત્મ કર દુંગા…જે બાદ નરાધમે પરણિતાને અડપલા કર્યા.પરંતુ પરણિતાએ હિંમત કરી રાશીદના પેટ પર લાત મારી અને તેને ઇજા થતા તે ત્યાંથી નાસી ગયો.

જે બાદ પરણિતાએ રાશીદના ડરથી દરવાજો બંધ કર્યો તેના પતિને ફોન કર્યો, જે મુંબઇ ખાતે હોટલમાં વેઇટર તરીકે નોકરી કરે છે. પરંતુ રાત હોવાને કારણે તેને ફોન ઉપાડ્યો ન હતો અને સવારે ધાબા પરથી જયારે પરણિતાના સાસુ નીચે આવ્યા ત્યારે તેમને આ વાતની જાણ કરી હતી. જે બાદ જહાંગીરપુરા પોલિસમાં રાશીદ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.ઉલ્લેખનીય છે કે, બીજી એક છેડતીની ઘટના સામે આવી છે, જેમાં ચોકબજારમાં રહેતા પડોશીના સગીર પુત્રએ 6 વર્ષની બાળકીને સોડા પીવડાવી રિક્ષામાં બેસાડી હતી અને પછી અડપલા કર્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

બાળકી તેની મોટી બહેન સાથે દુકાને સામાન લેવા માટે ગઈ ત્યારે પડોશીના 16 વર્ષના સગીર બાળકીને નજીકમાં સોડા પીવા માટે લઈ ગયો અને બાદમાં રિક્ષામાં લઈ જઈ તેની સાથે અડપલા કર્યા હતા. જે બાદ  પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બાળકી રિક્ષામાંથી મળી આવી હતી. નરાધમે બાળકીને ધમકી આપી હતી કે આ વાત તારી મમ્મી કે પપ્પાને કહીશ તો તને ચપ્પુ વડે કાપી નાખીશ.

Shah Jina