જન્મદિવસ બનાવી પરત ફરી રહેલા પતિ-પત્ની સહિત 5ની મોત, ઘરમાં કેક કાપ્યા બાદ ઢાબા પર ખાવા ગયો હતો પરિવાર, ટ્રક પલટી

દીકરાનો જન્મદિવસ ઉજવીને પાછા ફરતા હતા અને અચાનક જ કારમાં આખો પરિવાર દબાઈ ગયો, તડપી તડપીને મૃત્યુ પામ્યા 5 લોકો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે તો ઘણીવાર અન્ય કોઇ કારણોસર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક ટ્રક બેકાબૂ થઈને ચાલતી કાર પર પલટી ગઇ. જેના કારણે કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે.

બાળકના જન્મિદવસને લઇને પરિવાર ઢાબા પર પાર્ટી કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. મંગળવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આ ભયાનક અકસ્માત થયો, જેમાં બે બાળકો સહિત 5 લોકોના મોત થયા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી રેતી હટાવી કારને બહાર કાઢી હતી. કારમાં કુલ 6 લોકો હતા જેમાંથી માત્ર 1 જ બચ્યો છે. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

આ અકસ્માત રાયબરેલીના ભદોખાર પોલીસ સ્ટેશનના કુચરિયા ભવ પાસે પ્રયાગરાજ તરફ જતા હાઈવે પર થયો હતો. સામાજિક કાર્યકર મહેન્દ્ર અગ્રવાલનો પુત્ર રાકેશ અગ્રવાલ, પત્ની સોનમ અગ્રવાલ અને પુત્ર આદિત્ય આ વિસ્તારના બાબા ઢાબા પર ભોજન લેવા ગયા હતા. તેમની સાથે રચિત અગ્રવાલની પત્ની રૂચિકા અને તેમના બે બાળકો રાયસા અને રિયાન્સ હતા. રાત્રે બધા કાર દ્વારા પરત ફરી રહ્યા હતા ત્યારે મુન્શીગંજ નજીક કાર પર રેતીથી ભરેલું ડમ્પર પલટી ગયું હતું.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર પર પડેલા ડમ્પરને હટાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. આખી કાર ટ્રકની નીચે દબાઈ ગઈ હતી. આજુબાજુના રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઈ હતી. કારમાં સવાર લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ 5ને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોમાં રાકેશ અગ્રવાલ અને પત્ની સોનમ અગ્રવાલ, તેમના બાળકો રેયાંશ, રાયસા અને રચિત અગ્રવાલની પત્ની સોનમ અગ્રવાલનો સમાવેશ થાય છે. રચિત અગ્રવાલ અને તેના બે બાળકો આદિત્ય અને તાન્સી ઘાયલ છે.

Shah Jina