ગુજરાતમાં આવી ગયો ફરી પાછો કોરોના, ગાંધીનગરમાં 2 કેસ નોંધાતા મચી ગયો હડકંપ, તેમની ટ્રાવેલ હિસ્ટ્રી જોઈને રૂંવાડા ઉભા થઇ જશે, જુઓ

જેની બીક હતી એ જ થયું ! કાતિલ કોરોનાએ ફરી ગુજરાતમાં માર્યો ઉથલો, 2 મહિલાઓ સંક્રમિત, 50 લોકો સાથે ગયા હતા પ્રવાસે, લોકોમાં વ્યાપ્યો ફફડાટ, જુઓ

2 cases of Corona in Gandhinagar : છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના દૂર દૂર સુધી કોઈ એંધાણ નહોતા અને તેના કારણે દેશવાસીઓએ રાહતનો શ્વાસ પણ લીધો હતો, પરંતુ હવે ફરી પાછો કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ લાગી રહ્યું છે અને તેની એન્ટ્રી પણ ગુજરાતની અંદર થઇ ચુકી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી કોરોનાના બે કેસ સામે આવતા જ હડકંપ મચી ગયો છે, આ બંને કોરોના કેસમાં પોઝિટિવ આવનાર મહિલાઓ છે અને તેઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે. તેઓ સેક્ટર 6ની રહેવાસી હોવાનો અહેવાલ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

2 મહિલાઓ પોઝિટિવ :

હાલ આ બંને મહિલાઓના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. થોડા  સમય પહેલા જ કેરળમાં JN1 ન્યુ વેરિએન્ટને લઈને દેશભરમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ગાંધીનગરમાં પણ હવે તેના 2 કેસ નોંધાતા જ લોકો ચિંતામાં મુકાયા છે. બંને મહિલાઓએ કોરોનાના બંને ડોઝ પણ લીધા હતા. કોરોના પોઝિટિવ આવેલ એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે. હાલ બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં આવી છે.

તંત્ર બન્યું એલર્ટ :

ત્યારે હવે તંત્ર પણ કોરોનાના વધતા કેસને લઈને એલર્ટ બન્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા સુચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા તૈયારી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આદેશ પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

50 લોકો સાથે ગયા હતા પ્રવાસે :

ગાંધીનગરમાંથી સંક્રમિત બંને મહિલાઓ સાથે કુલ 50 લોકો દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા.  આથી તેમની સાથે પ્રવાસે જનાર અન્ય વ્યક્તિઓને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યુ હોવાની ચિંતા સતાવી રહી છે. આ તમામ પ્રવાસીઓ અલગ-અલગ વિસ્તારના હતા. હવે બાકીના 48 વ્યક્તિઓના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ થઇ રહ્યું છે.

Niraj Patel