BRTS નો ડ્રાઈવર નીકળ્યો હવસખોર: 19 વર્ષની કોલેજીયન યુવતી સાથે કરી ગંદી હરકત- જુઓ

ફરી શરમમાં મૂકાયુ સુરત, સુરતમાં હવસખોર લોકો વધતા જાય છે…BRTS ના ડ્રાઈવરે કોલેજમાં ભણતી યુવતી સાથે બેશરમ બનીને….

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ તેમજ છેડતીના કિસ્સા સામે આવતા રહે છે. ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હોવાની વાતો પોકળ સાબિત થઇ રહી છે. કોઇ પણ જગ્યાએથી ઘર હોય કે ઓફિસ હોય કે પછી જાહેર રસ્તો હોય ત્યાંથી યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતીના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ સુરતમાંથી એક જ દિવસમાં બે કિસ્સા છેડતીના સામે આવ્યા છે. એક કિસ્સામાં BRTS બસના ડ્રાઇવરે જ યુવતિની છેડતી કરી હોવાનું સામે આવ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

તો બીજા કિસ્સામાં સરથાણામાં રાત્રી વોક પર નીકળેલી પરણિતાની છેડતી થઇ હતી. ઘટના જોઇએ તો, સુરતમાં એક BRTS બસના ડ્રાઇવર દ્વારા 19 વર્ષની વિદ્યાર્થીનીની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. કતારગામની વિદ્યાર્થીની અઠવાગેટ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરે છે અને તે BRTSમાં તેની મિત્રો સાથે જાય છે. ત્યારે ઘણા સમયથી બસનો ડ્રાઇવર તેને ખરાબ નજરથી જોતો હતો અને બુધવારના રોજ તો તેણે હદ જ કરી દીધી.

પ્રતિકાત્મક તસવીર

અડાજણ પાસે ઘણા પેસેન્જર્સ બસમાંથી ઉતર્યા તે પછી ડ્રાઇવર કેબિનમાંથી બહાર આવ્યો અને વિદ્યાર્થીનીને પાછળથી થપ્પો માર્યો અને કહ્યુ કે આજે તો તારો ચહેરો જોઇને જ રહીશ. જે બાદ તેણે જબરદસ્તી માથુ પકડ્યુ. જો કે, વિદ્યાર્થીની ગભરાઇ ગઇ અને તે અઠવાગેટ પાસે ઉતરી ગઇ. ત્યારબાદ આ અંગે તેણે તેની માતાને જાણ કરી અને પોલિસમાં ફરિયાદ નોંધાવી.હાલ તો પોલિસે આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવર

ઉલ્લેખનીય છે કે, યુવતિની છેડતીના બે કિસ્સા સામે આવ્યા હતા, જેમાંથી બીજા કિસ્સામાં એક પરણિતાની છેડતી કરવામાં આવી હતી. એક પરણિત મહિલાએ સરથાણા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેને વિપુલ સલેડિયા નામનો યુવક છેલ્લા કેટલાક દિવસથી પરેશાન કરી રહ્યો છે અને તેનો પીછો કરી રહ્યો છે. જયારે તે શાકભાજી લેવા જાય કે પછી બાળકને સ્કૂલ મૂકવા તે યુવક પીછો કરે છે.

પ્રતિકાત્મક તસવીર

જયારે તે બુધવારના રોજ નાઇટ વોક પર નીકળી ત્યારે તેણે રસ્તા પર હાથ પકડી લીધો અને કહ્યુ કે તુ મારી સાથે વાત કેમ નથી કરતી અને પછી બળજબરી કરી. ત્યારે આ બાબતે પરણિતાએ પોલિસ સ્ટેશનમાં વિપુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલિસે તેની અટકાયત પણ કરી હતી.

Shah Jina