જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 2 ઓગસ્ટ : સોમવારના દિવસે આ 7 રાશિના જાતકોની ભાગ્ય ચમકી ઉઠશે, ભોલેનાથ વરસાવશે તેમની અસીમ કૃપા

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોએ આજના દિવસે એક નવી શરૂઆત કરી શકે છે. આજે તમારા ઈચ્છીત કાર્યોની અંદર તમને સફળતા અને યશ બંને પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ નવા કામ કરવા માટેનું પણ પ્લાનિંગ કરી શકો છો. આજના દિવસે પરિવારની નાની મોટી જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરવા. પરણિત લોકો આજે હળવાશના મૂડમાં જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો આજે ધાર્મિક કર્યો અને પ્રભુભક્તિ માટે વધારે ઉત્સાહિત થયેલા જોવા મળશે. આજે કોઈ મિત્ર સાથે ચાલી રહેલો તમારો મતભેદ પણ દૂર થશે. આજે તમારે આજાણ્યા લોકોથી દૂર રહેવાની જરૂર છે, આજે તમને કાર્યસ્થળ ઉપરથી ખૂહ ખબરી મળી શકે છે. પરણિત લોકો આજે જીવનમાં કોઈ મહત્વના નિર્ણય ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. નોકરી અને ધંધામાં તમારા માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. આજે તમારા આયોજનોને બીજા સાથે શેર કરી શકો છો જેમાં તમને મદદ મળી શકે છે. આજે તમે સખ્ત મહેનત અને લગન દ્વારા કામ કરશો, પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે ક્યાંક બહાર જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વટે ઝઘડી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો આજે ઉતાવળમાં કોઈ કામ ના કરવા નહિ તો નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે તમને તમારા વિરોધીઓ નુકશાન આપવાના પ્રયત્નો કરતા જોવા મળશે, જેના કારણે સાવધાની રાખવાની જરૂર છે. આજે તમને કોઈ છેતરી પણ શકે છે. પરણિત લોકો માટે આજે પોતાના જીવનસાથીનું માર્ગદર્શન ખુબ જ યોગ્ય રહેશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ અનુકૂળ બનશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોએ આજે આર્થિક મામલાઓમાં સચેત રહેવાની જરૂર છે. આજે આર્થિક સંકળામણના કારણે તમે મુસીબતમાં મુકાઈ શકો છો. દરેક કામ ખુબ જ ધીરજથી અને વિચારીને કરવું. આજે તમે માનસિક ચિંતા અનુભવશો. પરણિત લોકો આજે કોઈ નવી વસ્તુને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોને આજે ધંધા અર્થે કેટલાક નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમારી આ મુલાકાત તમારા માટે ભવિષ્યમાં ખુબ જ લાભકારક બનશે. આજે કામ ધંધામાં પણ સારી પ્રગતિ જોવા મળશે. નોકરીમાં પણ આજે પ્રમોશનનો યોગ બની રહ્યો છે. પરણિત લોકોને આજે જીવનસાથી તરફથી કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ નવી ડિમાન્ડ કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલી ભરેલો રહેશે. આજના દિવસે કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ લેવી, નહિ તો નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે ધંધામાં આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને આજે વધારે કામ મળી શકે છે. પરણિત લોકો આજે જીવનનો આનંદ માણી શકશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને આગળ વધારવા માટે પ્રયાસો કરશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને આજના દિવસે કોર્ટ કચેરીના મામલાઓ રાહત મળતી જોવા મળશે. આજે તમને કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા જીવનમાં તમે સારી શિખામણ આપી શકે છે. આજે ઘરના વડીલો તમે માર્ગદર્શન આપશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે પોતાની કોઈ ભૂલની કબૂલાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજે તમારા વ્યવસાયમાં તમારા જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આજે તમને તમારા કામની અંદર કોઈ નવી દિશા મળી શકે છે જે તમારા માટે લાભકારક સાબિત થશે. આજે પૈસા ક્યાંથી લાવવા તેને લઈને તમે થોડી મૂંઝવણ પણ અનુભવશો પરંતુ દિવસના અંત સુધીમાં તમને તેનો નિકાલ મળી જશે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો વીતશે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધને લઈને ઘરમાં વાત જણાવી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારા અટકેલા કામોને પૂર્ણ કરી શકશો, વેપાર ધંધામાં પણ આજે તમને પ્રગતિ થતી જોવા મળશે. આજે કોઈ જુના મિત્ર સાથે પણ મુલાકત થઇ શકે છે. જેના કારણે પણ તમારા મનમાં ખુશી રહેશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કઈ સ્પેશિયલ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ એકંદરે સારો રહેવાનો છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજે કામમાં સફળતા મળવાના યોગ છે. આજે તમારા બોસ દ્વારા પણ તમારા કામની પ્રસંશા થઇ શકે છે. લાંબા સમયથી અટકેલા નાણાં પણ આજે પાછા મળી શકે છે. આજે તમારા કામને તમે વધુ ચોક્સાઈથી કરતા જોવા મળશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને ખુશ રાખવાના પ્રયત્ન કરતા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજે દિવસ મુલાકાતમાં વીતશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ ભરેલો પસાર થશે તે છતાં પણ આજે તમારે તમારી વાણી ઉપર કાબુ રાખવાની જરૂર છે. આજે તમે કોઈને કડવા વેણ ના કહો તેનું ખાસ ધ્યાન રાખવું, જેના કારણે તમારા સંબંધો પણ ખરાબ થઇ શકે છે. પરણિત લોકોએ પણ આજે પોતાના પાર્ટનર ઉપર ગુસ્સે ના થવું, પ્રેમી પંખીડાઓ આજે હળવાશમાં દિવસ પસાર કરશે.