આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 2 એપ્રિલ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. આજે જીવનસાથી તરફથી બહુ સહયોગની આશા રાખવી નહિ. પોતાનું કામ જાતે કરી લેવું.
શુભ અંક : ૬
શુભ રંગ : કાળો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે નોકરી કરતા મિત્રો માટે બહુ મહત્વનો દિવસ છે. આજે ઓફિસમાં કોઈ મહત્વનું અને ખાસ કામ તમને સોંપવામાં આવશે. તમે બસ તમારું કામ ફક્ત ઈમાનદારીથી અને સારી નિયતથી કરો તમારું કામ સરળતાથી પૂર્ણ થશે. આજે કોઈ લાંબી મુસાફરી કરવાના યોગ છે. આજે સાંજે પરિવાર સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાઈ શકશો. પરણિત મિત્રો માટે પણ આજનો દિવસ સારો રહેશે. આજે જીવનસાથીની મદદથી તમે તમારા કાર્યક્ષેત્રે સફળ થઇ શકશો. સ્વાસ્થ્યની આજે વિશેષ કાળજી રાખજો. આજે આંખ અને મોઢામાં કોઈ તકલીફ થવાની શક્યતા છે. વેપારી મિત્રોને પણ સારી સફળતા મળશે અને અટકેલા પૈસા પરત આવશે પણ થોડી ધીરજની જરૂરત છે.
શુભ અંક : ૩
શુભ રંગ : રાખોડી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ, હ (Cancer):
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ, ટ (Lio):
તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે. તમારા વિચારેલ દરેક કામ તમે પુરા કરી શકશો. આત્મવિશ્વાસમાં વધારો થશે, આજે તમારી મુલાકાત તમારા આઈડલ સાથે થશે. તમારા મિત્રો સાથે જે પણ સમસ્યા હોય તેની વાત કરો તેઓ તમને મદદ કરશે. જે મિત્રો લગ્ન કરવા માંગે છે તેમની માટે આજનો દિવસ સારો છે. પ્રેમીઓ માટે પણ આજનો દિવસ યોગ્ય છે એકબીજા સાથે જીવનભર રહેવાનું વચન આપી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા ધારેલા કામમાં તમને સફળતા મળતા તમે ખુશ હશો અને તમારા મિત્રો અને પરિવારજનોનો પણ તમને સાથ મળશે સમાજમાં તમારી નામના થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

7. તુલા – ર, ત (Libra):
આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
વધારાની અને નાહકની વસ્તુઓ પાછળ પૈસા ખર્ચ કરવાની તમારી આદતને તમારે આજથી જ બદલવી જોઈએ તો અને તોજ તમે તમારા ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો. તમારો પરિવાર સતત તમારો સમય માંગે છે તો પરિવારને પણ તમારો સમય આપો. તમારું દાંપત્યજીવન આજે મધુર બનાવી શકશો. આજે સ્વાસ્થ્ય પણ સામાન્ય રહેશે. સાંજના સમયે પેટની નીચેના ભાગમાં દુખાવો થઇ શકે છે. આજે તમે દિવસે એક અનોખી ઉર્જાનો અનુભવ કરશો. નોકરીમાં પરિવર્તન થવાના યોગ છે. વેપારી મિત્રોને પણ પોતાના આઈડિયાથી પૈસાની સારી ઇન્કમ થશે. પણ આજના દિવસે પૈસા ખર્ચ થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે. તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

10. મકર – જ, ખ (Capricorn):
વેપારી મિત્રોના અટકેલા પૈસા આજે પરત મળશે. આજે તમારી સારી ઇન્કમ થશે. શેર માર્કેટમાં પૈસા રોકવા માટેનો સારો સમય છે. તમારા સંતાન તરફથી તમને થોડી ચિંતા રહેશે. તમારા સંતાન તમારી સાથે ખુલ્લા માંથી વાત નહિ કરી શકે . આજે કફ અને ઉધરસ થઇ શકે છે. આજે તમે તામ્ર જીવનસાથીની ઈચ્છા પૂર્ણ કરી શકશો. આજે નોકરી કરતા મિત્રોના કામની સરાહના થશે. વિદ્યાર્થી મિત્રોને આજે તેમના શિક્ષકનો ગુસ્સો સહન કરવો પડશે. આજે કોઈ બહારના અને અજાણ્યા લોકોના ઝઘડામાં પડશો નહિ. તેનાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા પ્રાપ્ત થશે. લાંબા સમયથી પાર્ટનર સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. જે તમારા મનને થોડી શાંતિ આપશે. ઘરના દરેક સભ્યો આજે તમારાથી ખુશ રહેશે. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે. થોડો આત્મવિશ્વાસ વધારવાની જરૂરત છે પછી કોઈપણ કાર્ય તમારી માટે અશક્ય નહિ રહે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.