ખબર

આ ગુજરાતીએ PM કેર ફંડમાં આપ્યા 2.5 લાખ રૂપિયા, માને બેડ ના મળ્યો અને થઇ મોત તે બાદ કહ્યુ, હવે આગળ કેટલુ આપુ કે આવું ના થાય…

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો કહેર વરસી રહ્યો છે. આ બીજી લહેરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતના અમદાવાદમાં કોરોનાના કેસમાં દેશના ટોપ શહેરોમાંનુ એક છે. એપ્રિલથી મેના મધ્ય સુધી અહીં હાલાત એવા રહ્યા કે બધી બાજુ ત્રાહિમામ પોકારી ગયુ છે. લોકોને હોસ્પિટલમાં બેડ ના મળવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.

અમદાવાદના રહેવાસી વિજય પારેખે તેમની માતાના નિધન પર દુખી થઇને ટ્વિટર એકાઉન્ટથી એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યુ કે, 2.5 લાખ રૂપિયાનું દાન મારી મરી રહેલી માતા માટે બેડ સુનિશ્ચિત નહિ કરી શક્યુ. મને વધુ કેટલુ દાન આપવુ પડશે.

પીએમ કેર ફંડને લઇને કરવામાં આવેલ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એક વ્યક્તિએ તેની માતાને કોરોનામાં ખોઇ અને પૂછ્યુ- 2.5 લાખ રૂપિયા ડોનેશન આપ્યા બાદ તેઓ પોતાની માતાને હોસ્પિટલમાં બેડ ના મળ્યો. વિજય પારિખ નામના આ ટ્વિટર યુઝરે પીએમ કેર ફંડમાં ડોનેશનનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.