ઉર્વેશ પટેલ અમેરિકા ઉપાડ્યો, એજન્ટોએ એક નકલી બૈરીની પણ ગોઠવણ કરી દીધી હતી, પણ જેવો….
છેલ્લા કેટલાક સમયથી લોકોને વિદેશ જવાની ઘેલુ લાગ્યુ છે અને ઘણીવાર આ ઘેલછા ભારે પડી શકે છે. એક વર્ષ 19 જાન્યુઆરી, 2022ના દિવસે પહેલા કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યો ગેરકાયદે કેનેડાથી અમેરિકા જઇ રહ્યા હતા ત્યારે થીજી જવાથી તેમનું મોત થયુ હતુ. ત્યારે ડીંગુચાના પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસમાં વધુ 2 આરોપી એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે જ પોલીસ તપાસમાં એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. અમેરિકા કેનેડા બોર્ડ પર જ્યારે ડિંગુચા પરિવાર સહિત 11 જેટલા લોકો ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન જ ડિંગુચા પરિવારના હાડ થીજવતી ઠંડીને કારણે મોત થયા હતા. મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલનું ડીંગુચા ગામ આખી દુનિયામાં ચર્ચાઇ ગયું હતુ.
ત્યારે ડિંગુચા પરિવારના સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરાઇ હતી અને તે બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી અને મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. કેનેડાથી અમેરિકા ધકેલનારા 2 એજન્ટની ધરપકડ કરાઇ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિંગુચાના પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરી છે. બંને મૂળ ટુર્સ અને ટ્રાવેલનું કામ કરતા પણ છેલ્લા દસેક વર્ષથી બંને ગુજરાતના લોકોનો વિદેશ મોકલવા માટે એજન્ટ તરીકે કામ કરે છે. તેઓ આ કામ કરવાના એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા.