ખબર

કોરોનાએ હાજા ગગડાવી દીધા, ૨૪ કલાકમાં 2.94 લાખથી વધુ નવા કેસ અને મૃત્યુ અધ્ધ્ધ

ભારતમાં કોવિડની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે અને એપ્રિલના સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી સર્વાધિક મૃત્યુનો નવો રેકોર્ડ બની રહ્યો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે આપણા દેશમાં 24 કલાકમાં કોવિડને લીધે 2020 દર્દીઓના મૃત્યુ થયા હતા.

ગત વર્ષે મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સૌથી વધુ દૈનિક મૃતકઆંક છે. દેશમાં પહેલી વખત એક દિવસમાં જ 2,000થી વધારે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.

વધુ એક ખરાબ સમાચાર છે કે કોરોના સંક્રમિતોના સાજા થવાનો દર પણ સતત ઓછો રહ્યો છે અને હવે માત્ર 85 % એ પહોંચ્યો છેઆ મહામારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,32,69,863 થઈ ગઈ છે. જો કે, કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થઈ ગયો છે પરંતુ મહારાષ્ટ્રમાં આ દર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.