એક વ્યક્તિ પોતાની બે લાખ 50 હજાર પાઉન્ડ(અઢી કરોડ રૂપિયા) ની સુપર કાર ને લોકોને દેખાડીને વાહ-વાહ મેળવવા માગતો હતો. આ દેખાડામાં તેણે પોતાની કારની સ્પીડ અને કંટ્રોલિંગ દેખાડવાની કોશિશ કરી, પણ ગાડી પર કંટ્રોલ ન રહેવાને લીધે કાર સીધી જ દીવાલમાં જઈને ઘુસી ગઈ. નવી ગાડી જોત જોતામાં જ ભંગાર થઇ ગઈ.પોતાની ગાડીની આવી હાલત જોઈને કાર ચાલક રોવા લાગ્યો હતો.દુર્ઘટના 25 માર્ચના રોજ લંડનમાં થઇ હતી અને તેનો વિડીયો પણ વાઇરલ થયેલો છે. જો કે, દુર્ઘટના પછી ડ્રાઇવર એકદમ સુરક્ષિત બહાર નીકળી આવ્યો હતો,
પણ ગાડીની હાલત જોઈને તે પોતાને રોકી ના શક્યો અને રોવા લાગ્યો હતો.
વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે તેણે પોતાની સુપર કારને લોકોને દેખાડવા માટે લોકોને બોલાવ્યા હતા. લોકો તેની ગ્રે રંગની કારની તસ્વીરો લઈ રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા. ત્યારે જ કાર ચાલકે કારની પરફોર્મેન્સ દેખાડવા માટે એકસીલેટર પર પગ રાખી દીધો. કાર ફૂલ ઝડપે દોડી અને લગભગ 10 જ સેકન્ડ માં તે અનિયંત્રિત થઈને દીવાલ સાથે અથડાઈ ગઈ.
બાજુમાં રહેલા વૃક્ષ સાથે ગાડી અથડાવાથી કાર પલ્ટી ખાવાથી બચી ગઈ. જો કે એક વાત સારી રહી કે ત્યાં આસપાન અન્ય કોઈ ચાલતું ન હતું કે કોઈ લોકો પણ ઉભેલા ન હતા. પોલીસે આ મામલામાં કોઈ કેસ દર્જ નથી કર્યો અને ન તો કોઈની ધરપકડ થઇ છે. યુ-ટ્યુબ પર આ ઘટનાનો વિડીયો પણ વાઇરલ થયો છે.
આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કહેવામાં આવ્યું કે,”હું આજે સવારે એક કાર્યક્રમમાં ફિલ્મ બનાવી રહ્યો હતો અને પછી આ દુર્ઘટના બની ગઈ. લેમ્બરોર્ગીની હરાકૈન પર્ફોમેન્ટના ડ્રાઇવરનું ગાડી પર નિયંત્રણ ન રહ્યું અને ગાડી દીવાલ સાથે અથડાઈ ગઈ.
જુઓ કાર દુર્ઘટનાનો વિડીયો…
Author: GujjuRocks Teamતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.