તાજેતરમાં ભારતની વધુ એક દિકરીએ મહિલા સશક્તિકરણના ધ્યેય સાથે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. વિશાળ જળરાશિ ધરાવતા એટલાન્ટિક મહાસાગર પરથી સ્પોર્ટ એરક્રાફ્ટ ઉડાડીને મુંબઈની આરોહી પંડિતે વિશ્વમાં અગાઉ કદી ના બન્યો હોય એવો વિક્રમ નોંધાવી દીધો છે.

આ રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર જગતની પ્રથમ મહિલા પાયલોટ –
મહારાષ્ટ્રના મુંબઈની રહેવાસી 23 વર્ષીય આરોહી પંડિતે યુરોપના કિનારે આવેલા સ્કોટલેન્ડથી પોતાના બુલેટ બાઇક કરતાં પણ વજનમાં હલકા સ્પોર્ટ પ્લેનમાં ઉડાન ભરી અને કેનેડાના ઇકાલિટ એરપોર્ટ પર પોતાનું પ્લેન લેન્ડ કર્યું એ સાથે જ ઇતિહાસ રચાઈ ગયો.

આરોહી પંડિત એકલપંડે એટલાન્ટિક પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા પાયલટ બની. મતલબ કે, હજુ સુધી વિશ્વની કોઈ સ્ત્રી એકલપંડે આ વિશાળ જળરાશિ પસાર કરી શકી નહોતી. પોતાની 3,000 કિલોમીટરની આ સફરમાં આરોહીએ આઇસલેન્ડ અને પૃથ્વીની બીજી સૌથી વિશાળ બરફીય છાજલી ગ્રીનલેન્ડની માથે થઈને પણ ઉડાન ભરી હતી. ઉત્તર ધ્રુવના નજદીકી પ્રદેશ વિષમ હવામાનવાળા સંજોગોમાં સ્વાભાવિક રીતે આ પ્રવાસ સરળ તો નહોતો જ.
કેનેડાના એરપોર્ટ પર ઉતરીને લહેરાવ્યો ત્રિરંગો –

સ્કોટલેન્ડથી કેનેડા, મતલબ યુરોપથી ઉત્તર અમેરિકા અર્થાત્ પૃથ્વીના બે ભૂખંડોને જોડતા એટલાન્ટિક મહાસાગર પરથી પ્રવાસ ખેડીને કેનેડીયન એરપોર્ટ પર આરોહીના નાનકડા ‘માહી’ તરીકે ઓળખાતા એકમાત્ર એંજીનના હળવા પ્લેને લેન્ડીંગ કર્યું એ સાથે આરોહી પંડિતે બહાર આવીને પહેલાં પોતાની માતૃભૂમિ તરફ સન્માનદર્શક નમન કરવા તિરંગો કાઢી અને લહેરાવ્યો!

આરોહી પોતાની સિધ્ધી વિશે જણાવતા કહે છે કે, તેમણે સતત સાત મહિના સુધી લગાતાર આ સાહસ માટે ટ્રેનિંગ લીધી હતી. તેમનું ટ્રેનિંગ સેન્ટર બોમ્બે ફ્લાઇંગ ક્લબ હતું. વિષમ પરિસ્થિતીમાં કેમ ટકી રહેવું એમના વિશે પૂર્ણ અભ્યાસ કર્યાં બાદ તેમણે આ પગલું ભર્યું હતું.

અલબત્તા ખુશી તો થવાની જ. મહિલા અધિકારનો સાગમટો દુરુપયોગ કરતી અમુક ભારતીય કહેવાતી સ્ત્રીઓ કરતાં આવું સાહસ કરીને દુનિયાના સાહસવીરોમાં પોતાનું નામ કાયમ કરનાર આવી દિકરીઓ જરૂરથી વ્હાલી લાગે! ગગનપંખીડાંને ઝાઝી સલામો!
Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks