ખબર

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં વધુ એક ભયાનક બીમારીની થઇ એન્ટ્રી, સુરતમાં નોંધાયો પહેલો કેસ

હાલ આખું વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. કોરોનાની રસી શોધવા માટે વિશ્વના ઘણા દેશો તનતોડ મહેનત કરી રહ્યા છે. વધુ એક બાળકોમાં દેખાતી ગંભીર બીમારીનો કેસ સામે આવ્યો છે.

Image source

સુરતમાં અમેરિકા અને યુરોપમાં બાળકોમાં દેખાતી ગંભીર MIS-C (મલ્ટી સિસ્ટમ ઇન્ફ્રાલામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન)નો કેસ સામે આવ્યો છે. 10 વર્ષના બાળકમાં હૃદયનું પમ્પીંગ ઘટાડી દેતા ગંભીર લક્ષણો સાથે MIS-C નામની બીમારી જોવા મળી છે. આ બાળકની ડોકટરોએ સાત દિવસ સારવાર કરીને તેને ફરી સ્વસ્થ કર્યો છે.

નોંધનીય છે કે, આ પ્રકારની બીમારીના ગુજરાતનો આ પ્રથમ કેસ અને વિશ્વમાં માત્ર 240થી વધુ કેસ હોવાનો દાવો તબીબોએ કર્યો છે.

Image source

આ અંગે બાળકની સારવાર કરનાર ડોકટર આશિષ ગોટીનું કહેવું છે કે, આ 10 વર્ષીય બાળકની તબિયત લથડતા તેને સુરતની નાઈસ ચીલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. MIS-C બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનના બાળકોમાં જોવા મળે છે. આ બાળકને છેલ્લા 5 દિવસથી ઝાડા,ઉલ્ટી, ખાંસી અને નબળાઈ આ સાથે જ આંખ અને હોઠ લાલ થઇ ગયા હતા. આ બાળકની બીમારી અંગે શંકા જતા સુરત અને મુંબઈના ડોકટરો સાથે ચર્ચા કરી હતી. બાદમાં આ બીમારી MIS-C હોવાનું જાણવા મળ્યું હતું. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનના બાળકોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કેસ છે. આ 10 વર્ષીય બાળકને હ્રદયનું પમ્પીગ માત્ર 30 ટકા જેટલું જ હતું.

Image source
Image source

જણાવી દઈએ કે, આ બીમારી 3 થી 20 વર્ષની વય સુધીના બાળકોમાં જોવા મળે છે.. આ બીમારીના લક્ષણો જેવા કે, હ્રદયના ધબકારા વધવા, ઝાડા ઉલટી, પેટમાં દુઃખવું, શરીર પર લાલ ચાંઠા પડવા, આંખો લાલ થવી, હાથ પગની ચામડીઓ ઉખડવી છે. આ બીમારીનો કોઈ ટેસ્ટ કરાતો નથી પરંતુ લક્ષણોના આધારે બીમારી સામે આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.