ખબર

રવાંડા નરસંહારની એક એવી દર્દભરી વાર્તા જ્યાં ફક્ત 100 દિવસમાં 10 લાખ લોકોના થયા મૃત્યુ

દુનિયામાં કેટલીક એવી વિચિત્ર ઘટનાઓ ઘટતી હોય છે જેના વિષે વિચારીને આજે પણ હૈયું કાપી ઉઠે એ સુનામી હોય, એફિલ ટાવર અટેક હોય, તાજ એટેક હોય કે એવી કોઈપણ ઘટના જેના વિષે સાંભળીને કાળજું કંપી ઉઠે છે. એવી જ એક ઘટના છે રવાંડા નરસંહાર જ્યાં એક બે હજાર લોકોના નહિ પરંતુ 8 થી 10 લાખ અલ્પસંખ્યકોની હત્યા કરવામાં આવી હતી.

Image Source

આ ઘટના બની હતી પૂર્વી આફ્રિકીના એક દેશ રવાંડામાં. સમય હતો એપ્રિલ 1994થી લઈને જૂન 1994 સુધીનો. જ્યાં 100 દિવસમાં એક ભીષણ નરસંહાર થયો અને એમાં આઠથી દસ લાખ લોકોના મૃત્યુ થયા જો પ્રતિદિવસ મૃત્યુઆંક તપાસીએ તો એક દિવસના 10 હજાર લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા હતા.

આ નરસનહાર દરમિયાન લાખો લોકોના મૃત્યુ તો થયા જ સાથે હજારો અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળત્કાર પણ કરવામાં આવ્યા, આ નરસંહારમાં મારવા વાળો પક્ષ હતો હુટુ.  અને મરવા વાળા અલ્પસંખ્યકો હતા ટુત્સી, સરકાર દ્વારા પ્રાયોજિત આ નરસંહારમાં સેનાએ અને પોલીસના ભાગે ના માત્ર અલ્પસંખ્યકોને મારવાનું કામ હતું, પરંતુ સૌથી વધુ બહુસંખ્યક આબાદીઓને હત્યારા બનાવવાનું કામ પણ કરી રહ્યા હતા.

Image Source

આ નરસંહારમાં બળાત્કારનો ભોગ બનનારી મહિલા જસ્ટીને તેની દીકરીને એક હકીકત જણાવતા કહ્યું હતું કે: “આ નરસંહાર દરમિયાન કેટલી મહિલાઓ સાથે બળાત્કાર પણ થયા,  મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા, મારી સાથે પણ બળાત્કાર થયો હતો અને તેના પછી જ તું જન્મી, તારા પિતા કોણ છે એ ખબર નથી, કારણ કે બળત્કાર કરવામાં ઘણા લોકો સામેલ હતા.”

Image Source

આ બધાનું પરિણામ એ એવું કે હજારો પાડોશીઓએ પોતાના જ પાડોશીઓની હત્યા કરી નાખી, ચર્ચના પાદરીઓએ રોજરી છોડીને ચાકુ ઉઠાવી લીધા, સ્કૂલના શોક્ષકોએ પણ પોતાને ત્યાં ભણવા આવતા માસુમ બાળકોને કાપી નાખ્યા, ઈશ્વરની બંદગી કરવા ચર્ચમાં આવેલા લોકોને બંધ કરી અને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ બધું કરવામાં પ્રસાશન જ તેમને ઉશ્કેરી રહી હતી, તેમની હત્યા કરવાના બદલામાં તેમને મોટા ઇનામ મળવાના હતા. મારનારને જે લોકોની હત્યા કરી ચેહ તેમના જમીન અને મિલકત બધું જ આપી દેવામાં આવશે એવું પ્રસાશન દ્વારા કહેવામાં આવ્યું. લાખો લોકો બેઘર થઇ ગયા. ના UN દ્વારા કે ના બ્રિટેન કે અમેરિકા દજેવા સ્વઘોષિત માનવ અધિકાર રક્ષક દ્વારા પણ રવાંડાની નોંધ પણ ના લેવામાં આવી. કોઈએ પણ તેમની મદદ ના કરી.

Image Source

આ નરસંહાર કેમ થયો તે સૌના મનમાં વિચાર આવે. તો પહેલા તેના માટે રવાંડાનું બેકગ્રાઉન્ડ જોઈએ. રવાંડામાં મુખ્ય બે સમુદાય વસવાટ કરતા હતા. હુટુ અને ટુત્સી. હુટુ બહુસંખ્યક હતા જયારે ટુત્સી અલ્પસંખ્યક. હુટૂઓનું કામ ખેતી અને ગૃહસ્થી સાથે જોડાયેલું હતું તો ટુત્સી પશુપાલન પાલન કરતા હતા. કૃષિઆધારિત સમાજમાં પશુઓ સંપન્નતાની નિશાની હતી. એવામાં ટુત્સીઓ અલ્પસંખ્યક હોવા છતાં પણ વધુ પ્રભાવશાળી હતા. 17મી સદીમાં ટુત્સી રાજશાહી પણ આવી ગઈ.

Image Source

બીજા વિશ્વયુદ્ધ પછી રવાંડામાં આઝાદી માટે માંગ શરૂ થઇ, સાથે જ લાંબા સમયથી શોષણનો શિકાર થેયલા હુટૂ હવે મોટા સ્તર ઉપર પલટવાર કરવા લાગ્યા. તેમને ટુત્સીઓને નિશાના બનાવવાનું શરૂ કરી દીધું. એકાએક સોસાયટીના સમીકરણો પણ બદલાવવા લાગ્યા. રવાંડામાં ટુત્સી રાજશાહીનો પણ અંત આવ્યો. જુલાઈ 1962માં રવાંડા આઝાદ પણ થઇ ગયું. હવે હુટુઓન હાથમાં સાશન આવી ગયું હોવાના કારણે વર્ષો સુધી તેમને પોતાને થયેલા શોષણનો બદલો લેવાનું શરૂ કર્યું.  ઘણા લોકોને પોતાનો દેશ છોડીને પણ ભાગવું પડ્યું. ટુત્સી સમુદાયમાં અંદર જ વિદ્રોહ થવા લાગ્યો. ટુત્સી વિદ્રોહીઓ ઉપર હુમલા કરતા જવાબમાં હુટુ સરકાર તેમની સામે લડાતી અને તેમાં સામાન્ય ટુત્સી પણ નિશાન બનતા ગયા.

Image Source

60ના દશકમાં રવાંડામાં થોડી શાંતિ આવી પછી 90ના દશકમાં પાછો માહોલ ગરમાયો. રવાંડાના પાડોશી દેશમાં ગયેલા ટુત્સી ચરમપંથીઓ પાછું માથું ઉઠાવ્યું, તેમને એક જૂથ બનાવ્યું રવાંડીઅન પેટ્રિએટીક ફ્રન્ટ (RPF). 6 એપ્રિલ 1994માં રાષ્ટ્પતિ ઉપર હવાઈ હુમલો થયૉ અને તેમાં તેમનું પ્લેન હવામાં જ ક્રેશ થઇ ગયું.

હુટુ સમુદાય એમ સમજતો રહ્યો કે આ હુમલો ટુત્સીઓ જૂથ આરપીએફ દ્વારા કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ તેમને બદલો લેવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ આ હિંસાએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને લાખો ટુત્સીઓ તેનો ભોગ બન્યા. મહિલાઓ ઉપર બળત્કાર કરવામાં આવ્યા. લોકોમાં નફરત જન્મવા લાગી અને આસપાસના લોકો જ એકબીજાના દુશમન બનવા લાગ્યા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.