સુરતમાં દેહ વ્યાપારનો ધંધો કરતી 197 યુવતીઓને પોલીસે ઝડપી પાડી, 52 વિદેશી યુવતીઓ પણ સામેલ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
197 girls arrested in raid in Surat : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી સ્પા અને પાર્લરની અદામાં ચાલતા દેહ વિક્રયના ધંધાઓનો પર્દાફાશ થતો હોય છે. પોલીસ બાતમીના આધારે આવી જગ્યાઓ પર દરોડા પાડે છે અને અંદરના નજારા જોઈને હેરાન પણ રહી જાય છે. ત્યારે હાલ સુરત પોલીસે સ્પા અને પાર્લરની આડમાં ચાલતા દેહ વિક્રયનાં ધંધા પર લાલ આંખ કરી છે અને છેલ્લા એક જ અઠવાડીયામાં 602 સ્પા અને પાર્લર પર રેડ કરીને 197 જેટલી યુવતીઓને ઝડપી પાડી છે.

602 જગ્યા પર દરોડા :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પોલીસે એક અઠવાડિયાની ડ્રાઈવ દરમિયાન 602 જગ્યા પર દરોડા પડ્યા હતા. આ મામલે પોલીસે અનૈતિક દેહ વ્યાપારના 16 કેસ પણ નોંધ્યા, સાથે જ જાહેરનામા ભાંગના 168 કેસ પણ કરવામાં આવ્યા. પોલીસે આ મામલે હોસ્ટલ સંચાલકોની બેદરકારી મામલે 62 કેસ કર્યા છે, સાથે જ અત્યાર સુધી 90 લોકોની ધપરકડ પણ કરવામાં આવી છે. જેમાંથી 3 કેસમાં પાસા હેઠળ કાર્યવાહી થઇ શકે છે અને એક સ્પાનું લાયસન્સ રદ્દ થવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

197 છોકરીઓને ઝડપી, 52 વિદેશી :
આ મામલે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે “આ વર્ષે ગેરકાયદેસર વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિઓમાં સામેલ 197 છોકરીઓને વૈશ્યાવૃતિમાંથી બહાર કાઢવામાં આવી છે જેમાં 52 વિદેશી છોકરીઓ પણ સામેલ છે.” પોલીસ દ્વારા આ રેડ ફક્ત સુરતમાં જ નહિ પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં થઇ રહી છે અને પોલીસ દ્વારા આ રીતે ગેરકાયદેસર ચાલતા દેહ વિક્રયના ધંધાઓ પર ચાંપતી આંખ રાખવામાં આવી રહી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં