ખબર

કોરોના બન્યો રાક્ષસ, છેલ્લા ૨૪ કલાકમાં તૂટ્યો રેકોર્ડ…1,961 નવા કેસ અને મૃત્યુ તો બાપ રે

આખા ભારતમાં છેલ્લા ૨ અઠવાડિયાથી કોરોનનો રાફડો ફાટ્યો છે એવામાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો ડર દરેક લોકોને ડરાવી રહ્યો છે. આજે કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો છે ગુજરાતની વાત કરીએ તો આજે કોવિડ 19ના 1961 કેસ નોઁધાતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં આ આંકડો ૨૦૨૧ માં અત્યાર સુધીનો સૌથી વધુ છે આંકડો છે, બીજી બાજુ સારી વાત એ છે કે 1405 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 2,80,285 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 95.29 ટકાએ પહોંચ્યો છે.

ગુજરાતમાં હાલ સુધીમાં 2 લાખ 94 હજાર 130ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુની વાત કરીએ તો કુલ ૪૪૯૩ દર્દી મૃત્યુ પામ્યા છે. તેમજ ટોટલ 2 લાખ 78 હજાર 880 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9372 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 9291 દર્દીની હાલત સ્થિર છે.

આજે વધુ 7 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 558 કેસ અને એકનું મોત, સુરતમાં 628 કેસ, 4નાં દર્દીના મોત થયું છે. આજના સીટી વાઈઝ આંકડા જોઈએ તો વડોદરામાં 184 અને રાજકોટમાં 168 કેસ, જામનગરમાં 44 અને ગાંધીનગરમાં 38 કેસ, ભાવનગરમાં 31 અને જૂનાગઢમાં 8 કેસ, નર્મદામાં 27, પાટણમાં 24, દાહોદ – કચ્છમાં 19 – 19, બનાસકાંઠામાં 19 કેસ, ખેડા – મહેસાણામાં 18 – 18 કેસ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં 16 – 16 કેસ, મહિસાગર – સાબરકાંઠામાં 15 – 15, મોરબીમાં 13 કેસ, દેવભૂમિ દ્વારકામાં 8 કેસ, ભરૂચ – નવસારીમાં 11 – 11, , ગીર સોમનાથ, પંચમહાલ, વલસાડમાં 8 – 8 કેસ, તાપીમાં 5, છોટા ઉદેપુર – ડાંગમાં 3 – 3 કેસ, અરવલ્લી અને બોટાદમાં 1 – 1 કેસ નોંધાયા છે.