...
   

જામનગર : 19 વર્ષના યુવકને જીમમાં કસરત દરમિયાન આવ્યો હાર્ટ એટેક; જાણો અહેવાલ

જીમમાં જનારાઓ સાવધાન થઇ જજો જલ્દી: જામનગરમાં 19 વર્ષના યુવકને જીમમાં કસરત કરતા આવ્યો હાર્ટ એટેક, જાણો અહેવાલ

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જામનગરથી દુઃખદ સમાચાર સામે આવ્યા. જીમમાં કસરત કરતા હાર્ટ એટેકને કારણે MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકનું મોત થયુ છે. યુવાન દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ સમગ્ર ઘટનાના જીમમાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરની મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતો 19 વર્ષિય કિશન માણેક ગતરોજ જીમમાં કસરત કરી રહ્યો હતો તે સમયે અચાનક ઢળી પડ્યો અને બેભાન થઈ જતાં જીમમાં દોડાદોડી મચી ગઈ. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

જો કે, ફરજ પર હાજર તબીબોએ કિશનને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ પછી તબીબે હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારે યુવાન પુત્રના મોતથી PGVCL અધિકારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક જામનગરની મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરી રહ્યો હતો.

Shah Jina