કાળજું કંપાવી દે તેવી ઘટના: જેકપોટ જીતવા માટે અંધશ્રદ્ધામાં આવીને 19 વર્ષના યુવકે લઇ લીધો બે બહેનોનો જીવ, શેતાનને કર્યો આ વાયદો

અંધવિશ્વાસના ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે અંધવિશ્વાસના કારણે કેટલાય લોકોના જીવ પણ ચાલી જતા હોય છે, ઘણા તાંત્રિકોના ચક્કરમાં આવીને બરબાદ થવાના કિસ્સાઓ પણ આપણે જોયા હશે, ત્યારે હાલ જે કિસ્સો સામે આવી રહ્યો છે જે જાણીને તમને પણ ઝટકો ચોક્કસ લાગશે.

19 વર્ષના દાનિયલ હુસૈન નામના એક વ્યક્તિએ ગયા વર્ષે 6 જૂનના રોજ એટલા માટે બે બહેનોની હત્યા કરી નાખી કારણ કે તે એક સુપર જેકપોટ જીતી શકે. જેના કારણે તેને શેતાનને મહિલાઓની બલી ચઢાવવાનો સોદો પણ કર્યો હતો. જે અંતર્ગત પોલીસે એક નોટ તેના બેડરૂમમાંથી મળેવી છે.

આ સમગ્ર ઘટના બ્રિટેનમાંથી સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે યુવકે મહિલાઓની હત્યા કરવા માટે ચાકુ ક્યાંથી ખરીદ્યુ હતું. તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગયો છે. હુસૈનને તેની માતાના ઘરે દક્ષિણ પૂર્વી લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. જોકે હુસૈને પોતાના ઉપરના આરોપોથી ઇન્કાર કર્યો છે.

હુસૈનના બેડરૂમમાંથી જે નોટ મળી આવી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં એક મહિલા હુસૈનના પ્રેમમાં પાગલ હોવાની વાત પણ લખેલી છે. આ નોટ કોઈ ક્વિન બેલેથને સંબોધિત કરીને લખવામાં આવી હતી.જેમાં નીચે દાનિયલની સહી પણ હતી. સાથે જ આ નોટમાં જેકપોટ જીતવા માટે મહિલાઓની બલી આપવાની વાત પણ લખવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસને જે નોટ મળી આવી છે તેમાં લગભગ 33 અરબ રૂપિયાના જૅકપૉટની વાત કરવામાં આવી હતી. કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેની સાથે લોટરીની ત્રણ ટિકિટ પણ મળી આવી છે. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે લોટરીની ટિકિટ ખરીદ્યા બાદ જ તેને બંને બહેનોની હત્યા કરી નાખી હતી.

Niraj Patel