19 વર્ષના દરિંદાએ 60 વર્ષની મહિલાની હત્યા કરી લાશ જોડે માણ્યું રસુખ, જજે કોર્ટમાં ફટકારી ખતરનાક સજા

60 વર્ષની વૃદ્ધ મહિલા જોડે સુખ માણનાર આ દરિંદને કોર્ટે ફટકારી ખતરનાક સજા, જજ સાહેબે જે બોલ્યા એ જરૂર જાણવું જોઈએ

સમગ્ર ગુજરાત અને દેશમાંથી અવાર નવાર હત્યા અને બળાત્કારના કિસ્સાઓ સામે આવતા રહે છે અને આવા કિસ્સાઓ ઘણીવાર લાંબા વર્ષો સુધી ચાલતા હોય છે, તો ઘણીવાર થોડા દિવસોમાં જ આવા કિસ્સાઓમાં આરોપીને ફાંસીની સજા કે આજીવન કેદની સજા સંભળાવવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા રાજસ્થાનમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 60 વર્ષની વિધવા પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારને 74 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. હનુમાનગઢ જિલ્લાના પીલીબંગામાં, 19 વર્ષીય વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 60 વર્ષની વિધવા પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી.

રાજસ્થાન પોલીસે આ કેસની તપાસ માત્ર સાત દિવસમાં જ ઝડપથી પૂરી કરી લીધી હતી. કેસની સુનાવણી કરતા જજે દોષિતને ફાંસીની સજા સંભળાવી છે. ન્યાયાધીશે કહ્યું કે આ આરોપી સંસ્કારી સમાજ માટે ખતરો છે અને આવા વ્યક્તિને સમાજમાં રહેવા માટે યોગ્ય ગણી શકાય નહીં. તેથી તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ. વિધવા મહિલાના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. તે ઘરે એકલી રહેતી હતી. જ્યારે પોલીસે આરોપી સુરેન્દ્રની ધરપકડ કરી ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે દારૂના નશામાં મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.

સુરેન્દ્ર ઉર્ફે મંડિયા નામના 19 વર્ષના યુવકે 16 સપ્ટેમ્બર 2021ના રોજ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ પહેલા તેના જ ગામમાં એકલી રહેતી 60 વર્ષની વિધવા મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો આરોપીએ તેની હત્યા કરી નાખી. આ પછી હેવાને મૃતદેહ પર બળાત્કાર ગુજાર્યો હતો. મામલો સામે આવ્યા બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બાદ લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસ માટે પણ આ આરોપીને પકડવો કોઈ પડકારથી ઓછો નહોતો.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ત્યારપછી એસએચઓની ટીમે તપાસ કરી અને માત્ર સાત-આઠ દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચલણ રજૂ કર્યું. આ મામલાની સતત સુનાવણી કરતા કોર્ટે ઘટનાના 74-15 દિવસમાં પોતાનો નિર્ણય પણ સંભળાવ્યો હતો. થે જજે 10 હજારનો દંડ પણ તેને ફટકાર્યો છે.

Shah Jina