ઘોર કળિયુગ: ઉનામાં નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષની ભાણી ઉપર મામાએ જ આચર્યું દુષ્કર્મ, પેટ જોયું તો ઉડી ગયા બધાના હોંશ

ઉનામાં મામો બન્યો હેવાન, 19 વર્ષની ભાણી સાથે માણ્યું …જયારે ભાણીનું પેટ જોયું તો પગ નીચેથી જમીન ખસી ગઈ- જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાના કિસ્સાઓ વધ્યા છે, ઘણી જગ્યાએ તો વાસનાના ભૂખ્યા લોકો કિશોરીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે, ત્યારે હાલ મામલો ઉનામાંથી સામે આવ્યો છે, જ્યાં નર્સિંગનો અભ્યાસ કરતી એક 19 વર્ષની યુવતી ગર્ભવતી હોવાનું માલુમ પડતા હોબાળો મચી ગયો હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આઈ એમ ગુજરાતના રિપોર્ટ અનુસાર રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આરોપ છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તે પોતાના ગામડે ગઈ હતી. ત્યારે ગામમાં રહેતા તેના મામાએ તેનો રેપ કર્યો હતો અને તે ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રાજકોટ પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધીને ઉના પોલીસને ફરિયાદ નોંધવા જાણ કરી છે.

19 વર્ષીય વિદ્યાર્થિનીનો આરોપ છે કે, તે રાજકોટની નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. રવિવારે રાત્રે તેણે પેટમાં દુઃખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીની આ ફરિયાદ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબોએ તેની તપાસ કર્યા બાદ જાહેર કર્યુ કે તે ગર્ભવતી છે. એ પછી તબીબોએ વિદ્યાર્થિનીની આખી વાત સાંભળી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી.

વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, લૉકડાઉન દરમિયાન તે પોતાના ગામડે ગઈ હતી. ગામડે ગઈ ત્યારે તેના મામાએ તેનો વારંવાર રેપ કર્યો હતો. મામાએ વારંવાર રેપ કર્યા બાદ તેને આ વાત કોઈને પણ ન જણાવવા માટે ધમકી આપી હતી.

Niraj Patel