67 વર્ષના વૃદ્ધ સાથે 19 વર્ષની યુવતિએ કર્યા લવ મેરેજ, ગામવાળા બોલ્યા- દાળમાં કંઇક કાળુ છે…

7 બાળકોના બાપ પર આવ્યુ 19 વર્ષની યુવતિનું દિલ, પછી જે પગલું ભર્યું એ જાણીને કહેશો હે ભગવાન કળયુગ આવી ગયો ખરેખર

પ્રેમ આંધળો હોય છે એ જુની કહેવત છે, પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. બન્યું એવું કે એક 19 વર્ષની છોકરીને 67 વર્ષના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. બંનેના લગ્ન થઈ ગયા. હવે આ પ્રેમી યુગલને તેમના પરિવાર તરફથી જીવના જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે હાઈકોર્ટમાં રક્ષણ માટે અપીલ કરી છે. 67 વર્ષીય વૃદ્ધને સાત બાળકો છે અને તમામ પરિણીત છે, જ્યારે તેની નવી વહુ પણ પરિણીત છે.

હરિયાણાના પલવલથી સામે આવેલ લવ મેરેજનો કિસ્સો બધાને ચોંકાવી દેનારો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જ્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી ત્યારે આ મામલાની તપાસ કરવામાં આવી. આ પછી પોલીસે હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. પલવલના એસપી દીપક ગેહલાવતે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે યુવતી પર લગ્ન માટે કોઈ દબાણ નથી. પલવલના હાથિન વિસ્તારના એસડીએમની સામે યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે આ લગ્ન તેની માતાની સંમતિથી કર્યા છે.

રિપોર્ટ અનુસાર, 67 વર્ષીય વૃદ્ધ 7 બાળકોના પિતા છે અને તમામ બાળકો પરણિત છે, જ્યારે તેની પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. છોકરી પણ પહેલેથી જ પરણીત છે, જો કે તેને કોઈ સંતાન નથી. ગયા વર્ષે યુવતીના લગ્ન રાજસ્થાનના એક વ્યક્તિ સાથે થયા હતા. યુવતીનું કહેવું છે કે તેણે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા છે. તેનો પતિ બીજી સ્ત્રી સાથે પ્રેમમાં છે અને તેને તેના લગ્ન સામે કોઈ વાંધો નથી.

પલવલ પોલીસે કહ્યું, ‘છોકરીના પરિવારમાં ગામમાં જમીનનો વિવાદ હતો અને પ્રેમ લગ્ન કરનાર વૃદ્ધ વ્યક્તિ તેમને મદદ કરતો હતો, જ્યાંથી બંને સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને વચ્ચે નિકટતા વધી અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.

Shah Jina