19 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી. જે વ્યક્તિથી તમને ફાયદો થવાનો હોય તેમની સાથે વાણી વ્યવહારમાં સાવચેતી રાખજો ક્યાંક તમારી એક નાનકડી ભૂલ તમને મોટા નુકશાનમાં ના ઉતારી દે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
કોઈપણ આર્થિક નિર્ણય કરતા પહેલા તમે સો વાર વિચાર કરજો. સ્વાસ્થ્યમાં પણ થોડી સાવચેતી રાખવાની આજે જરૂરત છે આજે ઘરમાં નાની નાની વાતે કોઈ મોટો ઝઘડો થવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈ જુના અને એકલા પડી ગયેલા મિત્રોએ સાથ આપવાનો છે તેમને ખુશ રાખવા સતત પ્રયત્નો કરો. સાંજે પરિવાર સાથે બહાર જાવ અને બધાને ખુશ કરી દો. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૩
4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે તમારી જાતનું જ મહત્વ નહિ સમજો તો બીજા લોકો પણ તમને ઇગ્નોર જ કરશે. તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો. તમારા જુના મિત્રો અને પરિવારજનો તરફથી સપોર્ટ મળશે. આજથી કોઈ નવું કામ કરવું હોય તો શરુ કરી શકો છો, સફળતા તમને જરૂર મળશે. આજે સંતાનોને તમારી મદદની જરૂરત છે. લોકો સામે તમારી વાત યોગ્ય રીતે જાહેર કરો. નોકરી કરતા મિત્રોના કામમાં આજે વધારો થશે તો ચિઢાયા વગર તમારું કામ ઈમાનદારીથી કરો. જો તમારું મન હમણાં વિચલિત રહેતું હોય તો કોઈ સર્જનાત્મક કામમાં જોડાઈ શકો છો મનને શાંતિ અને આનંદ બંને મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):
આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. લાંબા સમયગાળા પછી કોઈ પ્રિય મિત્રને મળવાનું થશે. જુના મિત્રને મળીને તમે તમારી સુખ અને દુખની વાતો કરી થોડી માનસિક શાંતિ મેળવી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી અંદરની શક્તિ આજે તમારે ઓળખવાની છે જેના કારણે તમે લોકોના ટોળામાંથી અલગ તમારી છાપ બનાવી શકશો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
7. તુલા – ર,ત (Libra):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. પરિવારના સભ્યો તરફથી તમને સહકાર મળશે. આજે સાંજનું વાતાવરણ તમને તમારા જુના સમયની યાદ અપાવી જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલા છે તો તે વહેલામાં વહેલી તકે પરત માંગી લેજો. ટૂંક સમયમાં પૈસા ડૂબવાના યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી એકવાત ને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. હંમેશા કર્મ કરો અને ફળની આશા ના રાખશો. સંબંધોને નિભાવતા સમયે તમે પૈસા વિષે બહુ વિચારશો નહિ. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૪
શુભ રંગ : કેસરી
10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કોઈપણ જાતની શારીરિક તકલીફ થતી હોય તેને ઇગ્નોર કરવી નહિ. ડોક્ટરની મુલાકાત લવાનું રાખો. નિયમિત કસરત અને ચાલવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો. આજે બહારનું અથવા ખુલ્લું ખાવાનું ખાવાથી સંભાળજો.

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – હવે પૈસા આવવાના છે વધારે તો ખર્ચ પણ વધારે થશે બરોબર ને? હા તો આજે વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.

કૌટુંબિક-પારિવારિક – વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here