19 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પૈસાની લેવડદેવડનું જોખમ લેવું નહિ, આર્થિક પરીસ્થિતિ સંબંધિત કોઈપણ નિર્ણય કરવામાં ઉતાવળ કરવી નહિ. આજે મધ્યમવર્ગી મિત્રને પૈસાની વ્યવસ્થા કરવાની જરૂરત પડશે. આજે તમારા પરિવાર તરફથી તમને સપોર્ટ મળશે. આજે વિદ્યાર્થી મિત્રોને પોતાના ભણતરને લઈને અમુક નિર્ણય કરવાના આવશે. તમારા ઘરમાં આજે અમુક સારા પ્રસંગ બનવાના પ્લાન બનશે. કેટલાક દિવસથી નજીકના મિત્ર સાથે ચાલી રહેલ અણબનાવનો અંત આવશે. શેર માર્કેટમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે. જે પણ મિત્રો તેમની એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે સારા સમાચાર છે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):
આજે નાની નાની વાતો તમને પરેશાન કરી મુકશે તો કોઈપણ જાતના તાણ વગર દરેક લોકો સાથે વાત કરો. તમારી વાણી અને વર્તન પણ કાબુ રાખો, કોઈને દુઃખ થાય અને પછી પસ્તાવો કરવો એવું ના બને. આજે જે મળ્યું છે એનાથી ખુશ થાવ. દરેક વાતે કોઈની ભૂલ કાઢવી એવો સ્વભાવ બદલી નાખો. આજે માતા પિતા તરફથી તમને ધનલાભ થવાના યોગ છે. રોકાણ કવા માટેનો યોગ્ય સમય છે. જે પણ ફિલ્ડમાં પૈસા રોકો તો જે તે વિષયના અનુભવી પાસેથી સલાહ લેવાનું રાખજો.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો
7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. નોકરી શોધી રહેલ મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. તમારી ઈમાનદારી અને કામ કરવાની ક્ષમતા તમને સફળતા આપવશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે
10. મકર – જ, ખ (Capricorn):
પૈસા કમાવવા માટે અનેક નવા અવસર મળશે જો આજે કોઈ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકવા માંગતા હોવ તો ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાન વિષે વિચારજો. તમારા મિત્રો આજે તમારી મદદે આવશે. મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી. જે વ્યક્તિથી તમને ફાયદો થવાનો હોય તેમની સાથે વાણી વ્યવહારમાં સાવચેતી રાખજો ક્યાંક તમારી એક નાનકડી ભૂલ તમને મોટા નુકશાનમાં ના ઉતારી દે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઘણા સમયથી અટકેલા પૈસા પરત મળશે. જયારે જયારે પૈસા તમારી પાસે આવે છે તો તમે તેને વધારાના અને ફાલતું કામમાં વ્યર્થ કરો છો આજે તમારે પૈસા ખર્ચ કરવા માટે વિચારવાનું છે. જો બચત કરવા માંગો છો પણ પૈસા ટકતા નથી તો મંદિરમાં ભગવાનના ફોટો પાછળ લાલ કપડામાં થોડા ચોખા બાંધીને મૂકી દેજો. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. જે મિત્રો સંતાનપ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમના જીવનમાં પણ ખુશીઓ આવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
ઘરના કાર્ય અને પરિવારજનોના કાર્યમાં આજે તમારી શક્તિ અને પૈસાનો વ્યય થશે પણ આજે ઘરના દરેક સભ્યો તમારી સેવાથી ખુબ ખુશ હશે. આજે કોઈપણ કાર્યથી કંટાળશો કે હતાશ થશો નહિ. આજે તમારા પ્રેમ માટે પણ યોગ્ય સમય છે જો કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ તો નાનકડી ભેટ સાથે પ્રપોઝ કરી દો. જે મિત્રો ઘરે બેઠા કે પછી પોતાનો કોઈ બીઝનેસ કરે છે તેમને આજે રવિવારે પણ થોડું વધારાનું કામ કરવું પડશે પણ એમાં ધનલાભ છે એટલે તમારા ઉત્સાહમાં વધારો થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here