આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 19 જાન્યુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
નોકરી કરતા મિત્રોને અટકેલા પૈસા આજે પરત મળશે. પગારવધારાના પણ યોગ બની રહ્યા છે આજે સ્થાયી સંપતિ ખરીદવાના યોગ છે. સુખ અને સુવિધાઓ પાછળ આજે થોડો ખર્ચ વધી જશે. જો તમે ભવિષ્ય માટે પૈસાની બચત કરવા માંગો છો તો આજનો દિવસ લાભદાયી છે. આજે કેટલાક નવા અને જાણીતા લોકો સાથે તમારી મુલાકાત થશે. આજે સ્વાસ્થ્ય માટે યોગ્ય દિવસ નથી. બહારનું ખાવાનું ટાળવું. આજે વેપારી મિત્રોને થોડા સમય પહેલા કરેલ નિર્ણય અને રોકાણથી ધનલાભ થશે. આજે આવક સારી હશે પણ તેની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે પૈસા કમાવવામાં બહુ ઉતાવળ કરવી નહિ. જલદી પૈસા કમાવવાની અને પૈસાને ડબલ કરવાની કોઈપણ સ્કીમમાં પૈસા રોકવામાં ઉતાવળ કરવી નહિ. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં અમુક મહત્વનું કામ તમને સોંપવામાં આવશે. આજે આવનાર મુશ્કેલીથી તમે સરળતાથી લડી શકશો. આજે કોઈપણ સાથે વાત કરો તો જે છે એ જ કહેવાનું રાખો વધારે કહેવું અને ખોટું બોલવાથી તમને નુકશાન થઇ શકે છે. આજે ઘરમાં પણ કોઈ વાતને લઈને ગુસ્સો આવે તો કંટ્રોલ જરૂર કરજો. અમુક જૂની ચિંતાઓ તમને હેરાન કરી શકે છે. જીવનસાથી અને વડીલ સાથે વાત કરીને યોગ્ય નિર્ણય લેજો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

4. કર્ક – ડ, હ (Cancer):
તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ, ટ (Lio):
અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે તમને એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના રસ્તાઓ ખુલશે. આજે મિત્રો સાથે તમારા સંબંધો વધુ મજબુત થશે. આજે ગ્રહો તમારી તરફેણમાં હશે. જેનાથી તમારા કામમાં તમને સફળતા મળશે. જીવનસાથી સાથે વાત કરો અને તેમને કોઈ તકલીફ હોય તો તેમને સમજવાનો પ્રયત્ન કરો. આજે પેટમાં સંક્રમણ, અપચો અને અનિન્દ્રા જેવી સમસ્યા થઇ શકે છે. આજે લગ્ન કરવા માંગતા મિત્રોને સારા ઘરમાંથી માંગા આવશે. આજે વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે જે લોકો આર્ટ અને ચામડી જેવા વિષય સાથે જોડાયેલ છે તેમને પણ સફળતા મળશે. આજે કોઈપણ પાસેથી ઉધાર પૈસા લેતા પહેલા વિચારજો. થોડા સમય માટે તમને થોડી મુશ્કેલીઓ થશે પણ પછી તેમાં રાહત જણાશે.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

7. તુલા – ર, ત (Libra):
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ સૌથી સારો છે તમારું નસીબ આજે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. પરિવારમાં વડીલો તમારા વિચાર સાથે સહમત નહિ હોય. તેમની સાથે વાદ વિવાદ કરતા પહેલા તેમના વિચારો પણ જાણો અને તેઓ શું કહેવા માંગે છે તે સાંભળો. આજે લગ્નજીવનમાં અમુક મુશ્કેલીઓ આવશે એકબીજાને બહુ ઓછો સમય આપવાને લીધે એકબીજાની વચ્ચે તણાવ ઉત્પન્ન થશે. આજે પિતાની તબિયત નરમગરમ રહેશે. વિદેશમાં કામ કરતા મિત્રોને ધનલાભ થશે. વેપારી મિત્રોના જીવનમાં કેટલાક સકારત્મક પરિવર્તન આવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે પૈસા કમાવવા માટેના ઘણા રસ્તાઓ તમારી સામે આવશે. આજે માનસિક ઊર્જા એક અનોખા લેવલ પર હશે. મિત્રો સાથે એક યાદગાર મુસાફરી કરી શકો છો. તમે આજે ઘણી ઊર્જા સાથે બધા કામ પાર પાડશો. આજે વડીલ મિત્રોને સાંધાના દુઃખાવાની તકલીફ થઇ શકે છે. સવારે દરરોજ કસરત કરવી જોઈએ. પરણિત મિત્રો માટે આજનો દિવસ ઠીક ઠીક હશે. તમારે એકબીજાની વાતને શાંતિથી સાંભળવી જોઈએ. આજે નોકરી કરતા મિત્રોને સફળતા મળશે એટલા માટે અમુક શત્રુઓ તમારાથી ઈર્ષા થશે. તમારા કામમાં તેઓ મુશ્કેલી ઉભી કરી શકે છે. આજે પૈસા કમાવવા માટે તમે તમારી ક્ષમતા બહારનું કામ કરશો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
લેવડ દેવડમાં અને પૈસા ઇન્વેસ્ટ કરવામાં ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. આજે પારિવારિક જીવન થોડું તણાવથી ભરેલું હશે. કોઈપણ વાદ વિવાદમાં પડતા પહેલા વિચારજો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. રસ્તા પર ગાડી ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખજો. આજે સ્વાસ્થ્યને સારું રાખવા માટે તીખું, તળેલું અને જંકફૂડ ખાવાથી બચવું. આજે કામના ભારણમાં વધારો થશે. નોકરી કરતા મિત્રો દ્વારા કરવામાં આવેલ કામથી ઉચ્ચ અધિકારીઓ ખુશ હશે. આજે ઠંડાપીણા અને હોટલના બિઝનેસ સાથે જોડાયેલ મિત્રોને ધનલાભ થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
વેપાર વધારવા માટે આજે તમને અમુક લોકોની મદદ મળશે. આજે બીજાને ઉધાર આપેલ પૈસા પરત મળશે. આજે તમે અમુક લોકોની મદદ માંગશો પણ જોઈએ એવી મદદ કોઈ તમને કરશે નહિ. આજે તમારા જીવનસાથી સાથે પણ વિવાદ થવાની સંભાવના છે. આજે સંતાન સંબંધિત કોઈ મુશ્કેલી તમને હેરાન કરી શકે છે. બાળકોની તબિયતની ખાસ કાળજી રાખો. વાતાવરણમાં બદલાવને કારણે તબિયત પર અસર કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સફળતા મળશે. વેપારી મિત્રોએ પૈસા રોકતા પહેલા અમુક નિષ્ણાત મિત્રોની સલાહ જરૂરથી લેજો. આજે કોઈની પર આંધળો વિશ્વાસ કરવો એ તમને નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.