12માં ધોરણમાં ભણતી યુવતીના લગ્ન કોલેજમાં ભણતા છોકરા સાથે બે વર્ષ પહેલા જ થયા, પછી 18 વર્ષની પત્નીએ જ પતિનું ગળું દબાવીને કરી નાખી હત્યા

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે, ઘણીવાર અંગત મતભેદના કારણે તો ઘણીવાર દુશ્મનીના કારણે એકબીજાની હત્યા કરી દેવામાં આવતી હોય છે. ઘણીવાર પતિ અને પત્નીના સંબંધોમાં પણ મતભેદ થવાના કારણે બંનેમાંથી કોઈ એક વ્યક્તિની હત્યા થઇ જતી હોય છે, ત્યારે હાલ આવી જ એક ઘટનાએ ચકચારી મચાવી છે.

આ ઘટના સામે આવી છે જયપુરમાંથી. જ્યાં પત્નીએ જ પતિનું ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હોવાનો આરોપ તેના ઉપર લાગ્યો છે. આ બાબતે મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પત્ની ઉપર આરોપ છે કે તેને અન્ય વ્યક્તિને ઘરમાં બોલાવી અને તેના પતિની હત્યાને અંજામ આપ્યો હતો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર બીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય રવિના લગ્ન 18 વર્ષીય સુમન સાથે નવેમ્બર 2020માં થયા હતા. સુમન ધોરણ 12માં આભ્યાસ કરતી હોવાના કારણે તેના પિતાના ઘરે રહેતી હતી. લગ્ન બાદ તે ક્યારેક ક્યારેક સાસરે પણ આવતી હતી.

આ મામલામાં મૃતકની બહેને તેના ભાભી ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે, ગત 12 માર્ચના રોજ સુમને તેના ભાઈને સાસરે લઇ જવા માટે કહ્યું હતું, જેના બાદ રાત્રે 8 વાગે તેનો ભાઈ સુમનને લઈને આવ્યો હતો, સુમને આવી અને લોટ બાંધી જમવાનું બનાવ્યું હતું, પરંતુ તેને મન ના હોવાનું કહીને જમી નહોતી. જમ્યા બાદ ભાઈ અને ભાભી રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા અને અમે અમારા રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા. ભાભીએ જમવામાં  ઊંઘની ગોળીઓ નાખી હોવાના કારણે બધા જ ઘસઘસાટ સુઈ ગયા.

મૃતકની બહેને આગળ જણાવ્યું કે રાત્રે લગભગ 12:30 વાગ્યે ગેટ ખોલવાનો અવાજ પણ સાંભળ્યો હતો, પરંતુ દવાના કારણે ઊંઘ ના ઉડી, સવારે જયારે તે 7 વાગે તેને ભાઈ અને ભાભીના રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેમને ના ખોલ્યો, થોડીવાર બાદ સુમન આવી અને તેને તેના પતિને કઈ થયું હોવાનું જણાવ્યું, જેના બાદ તપાસ કરતા તેનો ભાઈ બેભાન પડ્યો હતો અને તેના ગળાના ભાગે પણ નિશાન હતા.

તાત્કાલિક રવિને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. જેના બાદ આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુમન પર આરોપ છે કે તે પિયરમાંથી જ હત્યાનું પ્લાનિંગ કરીને આવી હતી. તેને બધાને જમવામાં ઊંઘની ગોળીઓ નાખીને સુવડાવી દીધા અને પછી ઘરમાં કોઈને બોલાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

તો આ ઘટનાને લઈને જયારે સુમનને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે મોડી રાત્રે રવિએ ગળે ફાંસો ખાધો હતો, તેની ઊંઘ જયારે ખુલી ત્યારે તેને તેના પતિને લટકેલો જોયો હતો અને રવિને નીચે ઉતારીને સુવડાવી દીધો હતો. હાલ સુમન રવિના અંતિમ સંસ્કાર બાદ તેના સાસરે ચાલી ગઈ છે. પોલીસ હવે આ મામલામાં તપાસ કરી રહી છે.
સૌજન્ય: દિવ્યભાસ્કર

Niraj Patel