ખેતીનું કામ કરતી માત્ર 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
18-year-old girl died of a heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે અને ખાસ કરીને યુવાનોના મોતને ભેટવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે અને તેમાં પણ શહેરી વિસ્તારમાં યુવાનોને જિમમાં કસરત કરતા કે રમત રમવા દરમિયાન પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે શહેરો બાદ હાર્ટ એટેકનો મામલો ગામડા સુધી પણ પહોંચ્યો છે. જ્યાં ભાવનગરમાં એક 18 વર્ષની યુવતીને ખેતરમાં કામ કરવા દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો.
ખેતરમાં કામ કરવા દરમિયાન આવ્યો હાર્ટ એટેક :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના તળાજામાં આવેલા નવી દેવલી ગામમાં 18 વર્ષીય જીજ્ઞાબેન બારૈયા તેમના ખેતરમાં કામ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેના માતા પિતા પણ તેની સાથે જ હતા. આ દરમિયાન ખેતરમાં કામ કરતા કરતા જ જીજ્ઞાબેન અચાનક ઢળી પડ્યા હતા. તેના પરિવારજનો કઈ સમજે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું પણ ઉડી ગયું હતું. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી પરંતુ ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી.

ગામમાં વ્યાપી ગયો શોક :
ખાસ વાત તો એ છે કે જીજ્ઞાબેન કોઈપણ પ્રકારનું ફાસ્ટફૂડ કે જંકફૂડ પણ આરોગતા નહોતા. તે છતાં પણ તેને આ રીતે હાર્ટ એટેક આવવાનો ચિંતાનો વિષય બન્યો છે. હાલ યુવતીના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાયો છે. નવી દેવલી ગામમાં પણ 18 વર્ષની યુવતીનું આ રીતે હાર્ટ એટેકથી મોત થવાના કારણે સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે આમ સતત સામે આવી રહેલા હાર્ટ એટેકના મામલાઓ પણ હવે ચિંતાનો વિષય બન્યા છે અને ખાસ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં