રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત ! 18 વર્ષના યુવકનું ન્હાવા જતાં સમયે મોત

ગુજરાતમાં અહીંયા 18 વર્ષીય યુવકનું સ્નાન કરવા જતાં સમયે હાર્ટ એટેકથી મોત, પરિવારે પોક મૂકી

Jetpur 18 year boy dies of Heart Attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મોત થઇ રહ્યા છે અને આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. ત્યારે હાલમાં જેતપુરનાં જૂની સાંકળી ગામમાં 18 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. યુવકના મોત બાદથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જેતપુરનાં જૂની સાંકી ગામનો સિંઘલ હાર્દિક મજૂરીકામ કરીને ઘરે પરત આવ્યો અને પછી તે સ્નાન કરવા ગયો તે સમયે તેને એટેક આવતા ઢળી પડ્યો અને પછી તેનું મોત થઇ ગયુ. યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં હાજર ડોક્ટરે તેનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું જણાવ્યું હતું. હાર્દિકના હાર્ટ એટેકથી મોત બાદ અને ખૂબ જ નાની ઉંમરમાં એટેકના બનાવ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના વિરડા વાજડીના 47 વર્ષના કોન્ટ્રાક્ટરનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઉપરાંત એક યુવકનું કે જે CAનો અભ્યાસ કરી રહ્યો હતો તેનું વાંચતા વાંચતા મોત થયુ હતુ. અભ્યાસ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

Shah Jina