પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા વડોદરામાં ભણતી કોલેજિયન યુવતીએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન; જાણો શું છે મામલો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં નવરાત્રિ ચાલી રહી છે અને આ વચ્ચે વડોદરામાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતિએ રાજકોટમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવતિ નવરાત્રિ કરવા ઘરે આવી હતી, પરંતુ તેને તાવ આવતો હોવાને કારણે તેના પિતાએ ગરબા રમવા જવાની ના પાડી હતી.

જો કે તેને માઠુ લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતિના આ પગલાને કારણે પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં સુભાષનગર મેઈન રોડ પર કેશવ વિદ્યાલય પાસે રહેતી 18 વર્ષિય ભૂમિકા વાળાએ 2 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો.

જો કે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેનું સારવાર દરમિયાન ગત રોજ મોત નિપજ્યું હતું.આ મામલે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક ત્રણ બહેનમાં મોટી હતી અને તેના પિતા ફેબ્રિકેશનનું કારખાનું ચલાવે છે.

તે વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતી હતી અને નવરાત્રી કરવા રાજકોટ ઘરે આવી હતી. જો કે તેને તાવ આવતો હોવાને કારણે પિતાએ ગરબા રમવા જવાની ના પાડી અને કહ્યુ કે તાવ ઉતરી જાય પછી જજે. જો કે યુવતિને માઠુ લાગી આવતા તેણે આપઘાતનું પગલું ભર્યુ.

Shah Jina
error: Unable To Copy Protected Content!