...
   

દર્દનાક અકસ્માત : AC નું આઉટડોર યુનિટ પડવાને કારણે નીચે બેસેલ 18 વર્ષના યુવકનું દર્દનાક મોત- બીજો ઘાયલ

AC પેનલ પડવાને કારણે બાઇક પર સવાર 18 વર્ષિય યુવકનું મોત…બીજાની હાલત ગંભીર- જુઓ શોકિંગ Video

દિલ્હીના કરોલ બાગમાં એક દુ:ખદ અકસ્માત થયો. અચાનક એસી પેનલ બે લોકો પર પડવાને કારણે એક યુવકનું મોત થયું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ ઉપરાંત ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે પીએસ ડીબીજી રોડ પર એક વ્યક્તિ પર ACનું આઉટડોર યુનિટ પડ્યું હોવાની માહિતી મળી હતી.

સ્થળ પર પહોંચીને જોયુતો યુનિટ બીજા માળેથી સ્કૂટર પર સવાર બે છોકરાઓ પર પડ્યુ હતું. આ દુર્ઘટનામાં એક યુવક ઘાયલ છે, જ્યારે એકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા બાદ મૃત જાહેર કરાયો હતો. મૃતકનું નામ જીતેશ હોવાનું સામે આવ્યુ છે જે 18 વર્ષનો હતો. જ્યારે ઈજાગ્રસ્ત 17 વર્ષીય પ્રાંશુ છે જેની સારવાર ચાલી રહી છે.

Shah Jina