વાહ શુ પ્રેમ છે ! 18 વર્ષના છોકરાએ કર્યા 71 વર્ષની મહિલા સાથે લગ્ન, પ્રેમ કહાની છે એકદમ ચોંકાવનારી

ઘોર કળયુગ: 71 વર્ષના અલ્મેડાએ 18 વર્ષના ગેરી સાથે કર્યા લગ્ન, લોકો બોલ્યા આવા લોકોને લીધે જ કોરોના અને વાવાઝોડાં આવે છે

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં તો લોકોને કંઇ પણ યાદ રહેતુ નથી, લોકો તો હવે પ્રેમમાં ઉંમરનું અંતર પણ ભૂલી જાય છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કપલ વચ્ચે લગભગ 53 વર્ષનું અંતર છે.

આ કપલ વર્ષ 2015માં એકબીજાની નજીક આવ્યા, જયારે 18 વર્ષના યુવકને એક 71 વર્ષની મહિલા સાથે પ્રેમ થયો. 18 વર્ષિય ગૈરી હાર્ડવિક તેની કાકી લિઝાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો અને ત્યારે તેને અલ્મેડાને જોઇને પ્રેમ થઇ ગયો હતો. તે સમયે અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી અને તેઓ તેમના દીકરા રોબર્ટને ખોઇ ચૂકી હતી.

ધ સનની રીપોર્ટ અનુસાર આ કપલમાં ઉંમરનું ઘણુ બધુ અંતર હતુ અને તે છત્તાં તેઓ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઇ ગયા હતા. તેઓએ બે સપ્તાહ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન બાદ અલ્મેડા તેમના પૌત્ર સાથે પતિના ઘરે શિફ્ટ થઇ ગયા હતા. તેમનો પૌત્ર પણ તેમના પતિ કરતા ત્રણ વર્ષ મોટો છે.

તમને જણાવી દઇએ કે, ગૈરી અને અલ્મેડાના લગ્નની અને કિસની કેટલીક તસવીરો આજે પણ વાયરલ થતી રહે છે. ઉંમરના અંતર પર ગૈરીનુ કહેવુ છે કે, જયારે ઉંમરમાં અંતરની વાત આવે છે તો મને લાગે છે કે તે કોઇ પણ વ્યક્તિ પર નિર્ભર છે કે તે તેને કેવી રીતે હેંડલ કરે છે. અમારી કેમેસ્ટ્રી તેનો જવાબ છે. માત્ર ઉંમરના અંતરને જોવુ એ બરાબર નથી.

ગૈરી અને અલ્મેડાનાના લગ્નને 6 વર્ષ થઇ ગયા છે પરંતુ તેમનો સંબંધ હજુ પણ મજબૂત છે. એટલુ જ નહિ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર આ કપલને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે.

Shah Jina