જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 18 સપ્ટેમ્બર : શનિવારના દિવસે બજરંગબલીની કૃપા 8 રાશિના જાતકોને મળવાની છે. આજે દૂર થશે જીવનની અનેક બાધાઓ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમને મનમાં બેચેની, તણાવ, સુસ્તી અને અધીરતા સાથે પરેશાન થઇ શકો છો. આત્મવિશ્વાસ થોડો ઓછો રહેશે. આખો દિવસ ઘીરજ ઓછી રહેશે. તમારી ઉદાસીનતાનું કારણે એ છે કે તમારામાં કોઇ ઉર્જા દેખાશે નહીં. મહત્વના જે પણ કામ હોય તેમનું એક લિસ્ટ બનાવીને તેને પુરૂં કરવાનું શરૂ કરી દો. નહીં તો તમે તે કરવાના કોઇ મૂડમાં નહીં રહો. પોતાની વાણી પર નિયંત્રણ રાખો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજનો દિવસ તમારા માટે વધારે રોમાચંક કે મહત્વપૂર્ણ દિન સાબિત નહીં થાય. વારંવાર સુસ્તીના ઝોંકા આવશે. સામાન્ય રીતે તમારો દિવસ સામાન્ય રહેશે. આજે તમે ભવિષ્યની કોઇ મોટી શરૂવાતની ઇંટ મુકી શકો છો. આજે તમે પોતાના ભવિષ્ય માટે ઘણું વિચારશો. તમારૂં લક્ષ્ય કઠિન અને જટિલ રહેશે. પરંતુ આપ તેને આસાનીથી પ્રાપ્ત કરવાની રીત મેળવી શકશો. તમારો બાયોડેટા સારો કરવા માટે પણ તમે અન્ય કોઇ પ્રવૃત્તિ પણ શીખી શકશો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજે તમારે થોડુ સાવધાન રહેવું પડશે. જોકે, ચિંતા જેવી કોઈ સ્થિતિ નથી. થોડી ઘણી અડચણોનો સમનો કરવો પડશે. આજે મોટાભાગનો સમય નિશ્ક્રિય બની રહેશો, તેમાં તમને પ્રસન્નતા મળશે. મનમાં બેચેની રહેશે. વાહનથી સંભાળવું. યાત્રા થઈ શકે છે. આજે નાની ગલતફેમીના કારણે પ્રેમી-જીવનસાથી સાથે થોડી રકઝક થઈ શકે છે. આજે વાણી-વ્યવહાર પર નિયંત્રણ રાખો. આજે કોઈ કારણ વગરનો ખર્ચ આવી શકે છે. ઉધાર લેવું પડી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): જો તમે વિવાહિત છો તો તમારો આજનો દિવસ ખુબ સરસ રહેશે. અવિવાહિત લોકોએ પ્રેમી કે મંગેતર મુદ્દે વિચારીને પગલા ભરવા. નહી તો તમારે પાછળથી અફસોસ કરવાનો વારો આવી શકે છે. પ્રેમી સાથે ગલતફેમી થઈ શકે છે. આજે તમારો કોઈ મહત્વનો કાર્યક્રમ છેલ્લી ક્ષણે રદ થઈ શકે છે. કોઈ પાર્ટટાઈમ કે આવકનો નવો સ્ત્રોત મળી શકે છે. આજે તમારા પ્રેમ કે દામ્પત્ય સંબંધ સારા રહેશે. અવિવાહિત લોકોનો વિવાહ નક્કી થઈ શકે, પરંતુ સાવધાની જરૂર રાખવી

5. સિંહ – મ, ટ (Leo): આજના દિવસે તમારે વધારે મહેનત કરવાની છે. આજે દિવસ ભર એવા વ્યસ્ત રહેશો કે તમને સમયનુ પણ ધ્યાન રહેશે નહીં. વ્યસ્તતાનું એક કામ તમારા કામની ગતિ પણ રહેશે. આજે દરેક કામમાં સામાન્યથી થોડો વધારે સમય લાગશે અને આ કારણે તમે થોડા પરેશાન પણ બની શકો છો. ઘરે મહેમાન પણ અચાનક આવી શકે છે. આજે પોતાની સાથે કામ કરનાર સાથે વાતચીતમાં થોડી સાવધાની રાખજો. આજે તમે પોતાના જીવનસાથી સાથે સમય અવશ્ય પસાર કરજો. આજે સાથે વિતાવેલો સમય તમારા સંબંધમાં યાદગાર પળ બની જશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજે ના તમે કોઈ મોટા કામ હાથમાં લો કે ના કોઈ મોટો લક્ષ્યાંક નક્કી કરો. આજનો દિવસ સુસ્તી ભર્યો રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય આગળ માટે સ્થગિત કરી દો. આજનો દિવસ તમારા પ્રેમ કે દામ્પત્ય સંબંધો માટે ઘણો અનુકુળ નથી. સંબંધમાં ઉદાસીનતા રહેશે, પોતાની વાણી-વ્યવહાર પર નિયંત્રણ રાખો, જીવનસાથીની ભાવનાનું સન્માન કરો. આજે આવક ઓછી અને ખર્ચ વધારે રહશે. નોકરીમાં કામમાં મોડુ થતું રહેશે.

7. તુલા – ર, ત (Libra): આજે તમે તમારામહત્વપૂર્ણ લક્ષ્યોની પ્રાપ્તિમાં આવતી અડચણોથી પરેશાન રહેશો. દિવસ સાવધાનીથી વિતાવવો અને આજે સામે આવનારી સ્થિતિઓને વધુ ગંભીરતાથી ન લો. આજે  ખુબ મહેનત કરશો. આજે ઉત્સાહની કોઇ કમી નહીં રહે. પરિસ્થિતિઓ પણ પ્રતિકૂળ નથી. પણ કામ વધુ અને તક ઓછી હોવા જેવી સ્થિતિ પેદા થશે. અલગ-અલગ દિશાઓનાં ઘણાં કામ એક સાથે સામે આવવાથી આપને થોડી પરેશાની રહેશે. આજે આપનાં મનમાં રોમાન્સનો ભાવ ખુબ જ તીવ્ર રહેશે. આજે તે વ્યક્તિથી ખુબ જ આકર્ષક લાગશે જેની તરફ આપ પહેલાં ક્યારેય ધ્યાન પણ આપતા નહોતા. આપનાં કાર્યક્ષેત્રમાં આજે આપને જુની મહેનતનું ફળ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજનો દિવસ આપનો સામાન્ય છે. દિવસ ખુબ સહજતાથી અને કોઇ જ સમસ્યા વગર પસાર થશે. આપને કોઇ મોટી સફળતા કે લાભની અપેક્ષા પણ નહીં રહે. આજનો દિવસ આપનાં જીવનમાં મોટા લક્ષ્ય નિર્ધારિત કરવા અને તે દિશામાં આગળ વધવા મુજબ ખુબજ સારુ છે. સફળતાની ઉમ્મીદ છે.આપે પોતાના પર વિશ્વાસ રાખવો પડશે. મનમાં કોઇ પ્રકારનો ભ્રમ બનતો રહેશે. આજે કામકાજમાં આપને કોઇપણ પ્રકારની બાધાઓનો સામનો કરવો પડી શકે છે. ભ્રમનો એક સ્ત્રોત આજે આપને અલગ અલગ લોકો પાસેથી મળનારા સજેશનથી હશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજનો દિવસ તમારા માટે જીવનમાં પ્રગતિ કરવા માટે સારો દિવસ છે. આજે તમારા માટે તમારી ક્ષમતા સાબિત કરવી ખૂબ જ સરળ છે. ખરેખર તમે જે કામ હાથમાં લેશો, તે પણ ખબૂ સહેલાઇથી પૂર્ણ થશે. ખાસ કરીને બપોરથી, તમારી વાણી ખૂબ પ્રભાવશાળી રહેશે. આજે તમે કોઈપણ વાર્તાલાપમાં અથવા ઇન્ટરવ્યૂમાં ખૂબ સફળ રહી શકો છો. તમારી મન સ્થિતિ પણ શાંત અને સંતુલિત રહેશે. આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, આજે તમે તમારા પૈસા માટે પણ ફાયદાકારક પુરવાર સાબિત થશો.

10. મકર – જ, ખ (Capricorn):  આજે તમારી વાણી નમ્ર બનાવી રાખો અને કોઇ મહત્વપૂર્ણ અવસર પર અથવા કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાતમાં જે કહેવુ હોય, તેનો થોડો પૂર્વઅભ્યાસ કરો. આવી રીતે વાતથી તમને આજે ઘણો લાભ થશે. કેટલાક પ્રસંગ તો આજે એવા રહેશે કે વાત-વાતમાં અચોક્કસ રીતે સંતોષ કરી શકો છો. સંબંધ- આજે તમારા પોતાના પ્રેમી અથવા જીવનસાથી સાથે ખૂબ જ સારી અને ઉપયોગી વાતચીત થશે. જો તમારા સંબંધોમાં કંઇક ખટાસ રહી હશે, તો આજે તે સમાપ્ત થઈ શકે છે, અને જો તમારા પ્રેમ અથવા લગ્ન સંબંધ સામાન્ય હતા, તો આજે તેઓ ખૂબ પ્રગઢ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજનો દિવસ થોડો સુસ્ત હશે. મનમાં કોઈ શંકા અથવા ભય રહેશે. તમે તમારા કામમાં ઓછું અનુભવશો. પરંતુ સંપૂર્ણ કાળજી અને સમજ સાથે તમે જે પણ કાર્ય કરો છો તેની કાળજી લો. મુસાફરીને કામના સંબંધમાં પણ કરી શકાય છે. ત્યાં કામના દબાણ પણ હશે, જે તમને વ્યસ્ત રાખશે. આજે તમારા અવાજ અને વર્તણૂંક પર થોડો કાબુ રાખો. ખાસ કરીને, જ્યારે કુટુંબના સભ્યો અને મિત્રો સાથે વાત કરો ત્યારે, શક્ય હોય તેટલું નમ્ર અને મૈત્રીપૂર્ણ રાખો. આજે તે શક્ય છે કે તેઓ પોતાને માટે થોડી નિરાશ અથવા અયોગ્ય હોય, અને જ્યારે તેમને પ્રોત્સાહિત કરો, ત્યારે તેઓને પ્રેરણા મળશે. તમારે આજે અગત્યની મીટિંગ અથવા મીટિંગમાં ભાગ લેવો પડી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આજે તમારા પ્રેમી અથવા જીવનસાથી સામે તમારે ઓછો સામનો કરવો પડશે. વાત નીકળશે તો તે ચર્ચામાં ફેરવાઇ જશે. તમારી સંવેદનશીલતા અને લાગણીઓને નિયંત્રણમાં રાખો. ખુશ રહો રોમાંસ પછી ક્યારેક, આજેનો દિવસ સારો નથી. આજે તમારો ખર્ચ આવક કરતા વધારે હશે. આજેની નોકરી થોડી પડકારજનક હશે. કામ વધારે હશે અને બેદરકારીની ભૂલો થઈ શકે છે. અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે. ટ્રાન્સફર થઈ શકે છે. સામાન્ય ઇજાઓ પણ થઇ શકે છે. સાવચેત રહો.