ખબર

વેક્સિનને લઇને CM રૂપાણીની મહત્વની જાહેરાત, જાણો વિગત

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે ગુજરાતમાં 1લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ એને લઇને અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયાં હતાં, જોકે આજે આ મામલે મુખ્યમંત્રી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હાલ વેક્સિનનો સ્ટોક પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે ગઈકાલે સમાચાર એવા સામે આવી રહ્યા હતા કે હાલ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ નહીં થાય.

રાજ્ય પાસે 29 એપ્રિલની સ્થિતિએ 4.62 લાખ વેક્સિનના જ ડોઝ ઉપલબ્ધ હતા, જેમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ 11.80 લાખ સાથે સૌથી ઉપર, જ્યારે ગુજરાત 4.62 લાખ ડોઝ સાથે આ લિસ્ટમાં 10મા ક્રમે છે.