ખબર

આજથી 18 વર્ષથી ઉપરના લોકોનું કોરોના વેક્સિન માટેનું રજીસ્ટ્રેશન શરૂ, વેક્સિન સેન્ટર ઉપર જતા પહેલા જોઈ લો આ નિયમ, નહિ તો પાછા આવશો

કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે હવે સરકાર મોટા પ્રમાણમાં લોકો કોરોના વેક્સિન લે તેના માટેના પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધી 45થી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ હવે 1લી મે બાદ 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે.

જો તમે પણ કોરોનાની રસી લેવા જવાના હોય તો પહેલા આ નિયમ જરૂર જાણી લેવો પડશે, નહિ તો રસી લીધા વિના જ પાછું આવવું પડશે. 1 મેથી શરૂ થનારા આ રસીકરણ માટે આજે એટલે કે 28 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા આરોગ્ય સેતુ એપના માધ્યમથી સંપૂર્ણ જાણકારી મળશે. કોવિન એપ અને આરોગ્ય સેતુ એપના માધ્યમથી કોઈ વ્યક્તિ પરિવારના ચાર સભ્યોનું કોરોનાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

આ પ્લેટફોર્મ દ્વારા લોકોની નજીકની (સરકારી અને પ્રાઈવેટ) કોવિડ વેક્સીન સેન્ટર પર જવાની પરવાનગી આપશે. આના માધ્યમથી રસીકરણનો સ્લોટ બુક કરાવી શકાય છે. નાગરિકોની પાસે વેક્સીનેશન સ્લોટ બદલવા અથવા પછી તેને કેન્સલ કરાવવાનો વિકલ્પ પણ રહેશે.

કોવિન એપના ચીફ આર.એસ. શર્માએ આ બાબતે જણાવ્યું હતું કે, કેવી રીતે આ પ્લેટફોર્મના માધ્યમથી કોઈ પરેશાની વગર રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન કરાવી શકાય છે. એ યાદ રાખવાવાળી વાત છે કે 1 મેથી સીધા વેક્સીનેશન સેન્ટર પર જઈને વેક્સીનેશન નહીં કરાવી શકાય. તેમને આગળ જણાવ્યું કે, આમ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેનાથી વેક્સિનેશન સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય અને એક સાથે વધુ સંખ્યામાં લોકો ન પહોંચે.

શર્માએ આગળ જણાવ્યું કે સીધા રસીકરણ સેન્ટર પર જઈને રસીકરણની છુટ અંતતઃ તે સેન્ટર્સ પર આપવામાં આવશે જ્યાં ભીડ થવાની શક્યતા ન હોય. હકિકતમાં અત્યાર સુધીમાં લોકોને સીધા વેક્સિનેશન સેન્ટર જઈને રસીકરણ કરાવવાની છુટ આપવામાં આવી હતી. જે કારણે રજિસ્ટ્રેશન નહોંતા કરાવી શકતા.

આર.એસ. શર્માનું કહેવુ છે કે લગભગ 60થી 70 લાખ લોકોના દર રોજ રજિસ્ટ્રેશનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે કહે છે કે છેલ્લે આ સંખ્યા 50 લાખ હતી. પરંતુ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે સંખ્યા વધશે કેમ કે હવે તમામ વયસ્કો લોકોને રસીકરણની છુટ આપવામાં આવી છે.  તેઓ કહે છે કે આવી સ્થિતિમાં એપને મેનેજ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે.

તો પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓને વેક્સિન આપવા બાબતે શર્માએ કહ્યુ કે તેમને આ અંગે સાર્વજનિક રીતે જણાવવાની જરુર નથી. કંપનીઓ અમને પોતાન રસીકરણ કાર્યક્રમની જાણકારી આપશે જેનાથી અમે તેમને રસીકરણ સર્ટિફિકેટ આપી શકીએ.