જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 18 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 8 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે કોઈ બાબતે ઉતાવળ કરવાથી મુશ્કેલી થઇ શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે.
જીવનસાથી આજના દિવસે તમારો સાથ દેતા નજરે ચડશે. આજના દિવસે નોકરી કરતા લોકોને મહેનત વધારે કરવી પડશે. સરકારી કામમાં વિલંબ થઇ શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોમાં આજના દિવસે આત્મ વિશ્વાસ જોવા મળશે. આવકમાં વધારો થશે. આજના દિવસે ક્યાંકથી પૈસા મળી શકે છે જેનાથી મનમાં ખુશી થશે. બીજી તરફ અચાનક જ કંઈક ખર્ચ કરવાની યોજના પણ બનાવી શકો છો. પૈસાનું કોઈ સારી જગ્યાએ રોકાણ કરો જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. અંગત જીવનમાં સુખ મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે જે કોઈ કામ કરશો તેમાં તમને લાભ મળશે. આજે તમે બધા કામમાં હાથ અજમાવવાની કોશિશ કરશો. કામને લઈને દિવસ સારો રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ સારું રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે થોડી તકલીફ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોએ આજના દિવસે મગજથી કામ કરવું પડશે. આજના દિવસે મહત્વપૂર્ણ કામ થઇ શકે છે. આજના દિવસે તમારું ભાગ્ય પ્રબળ રહેશે. જેનાથી કામમાં કોઈ તકલીફ નહીં રહે. આજના દિવસે તમારા બધા જ કામ પૂર્ણ થશે. આજે તમને કોઈ મોટી વ્યક્તિને મળવાનો મોકો મળી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેની ભૂલો દૂર કરીને સંબંધમાં આગળ વધશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે મિત્રો સાથે મુલાકાત થશે અને તેની સાથે સમય વિતાવશો. સ્કૂલ-કોલેજની વાત કરીને જૂની યાદોને તાજી કરીને તમે ખુશી અનુભવશો. પારિવારિક જીવનમાં કોઈ કામને લઈને આજે થોડા દુઃખી થઇ શકે છે. આજના દિવસે કામમાં પુરી રીતે પરફેક્ટ નજરે આવશે. પરિણીત જીવનમાં ખુશીઓની સ્વાગત દિલથી કરો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને સિરિયસ હશે. આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે ખુદમાં જ ખોવાયેલા રહેશે. આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ કરશો. આજે પરિવારની જવાબદારી નિભાવશે, જમીન-મકાન સાથે જોડાયેલા મામલે આજનો દિવસ સારો રહેશે. અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરવા માટે આજના દિવસે તમે પહેલ કરશો. કામને લઈને સ્થિતિ સારી રહેશે જેથી તમે શાંતિ મહેસુસ કરી શકો છો.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશ .આજના દિવસે તમે માનિસક રીતે ઘણા ખુશ નજરે આવશો પરંતુ અંદર-અંદર કોઈ વાતને લઈને પરેશાન થઇ શકો છો. આજે કોઈ વાહન ના ચલાવો. દુર્ઘટના થઇ શકે છે. કોર્ટ-કચેરીના મામલે આજના દિવસે સારો લાભ મળી શકે છે. અંગત જીવનમાં ખુશીઓ જોવા મળશે. કામને લઈને સ્થિતિ સારી રહેશે જેનાથી તમને લાભ થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારે ખર્ચમાં વધારો થશે. આજના દિવસે તમે કોઈ જવાબદારી નિભાવશો. જીવનસાથી માટે ખરીદી કરી શકો છો. જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો આજનો દિવસ થોડો તનાવપૂર્ણ રહેશે. આજ તમારું પ્રિય વ્યક્તિ તમારી પર ગુસ્સો કરી શકે છે. ઘરની આબોહવા સારી રહેશે. ધંધામાં સફળતા મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારું જ્ઞાન, તમારો અનુભવ અને વસ્તુ સ્થિતિ જાણવાની ક્ષમતા આજે તમને બહુ જ કામ આવશે. આજના દિવસે કોઈ અનુભવી વ્યક્તિસાથે મુલાકાત થઇ શકે છે. જે તમારો મિત્ર બની શકે છે. આવકને લઈને આજનો દિવસ સારો સંકેત આપી રહ્યો છે. અંગત જીવનમાં આજે ખુશી રહેશે. આજે જીવનસાથીને તમારા મિત્રો અથવા તો કોઈ પાર્ટીમાં જવાનો મોકી મળશે. આજના દિવસે સ્થિતિ સારી રહેશે.
10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો આજના દિવસે સખત મહેનત કરશો. તમારું ભાગ્ય તમારી સાથે રહેશે. તેથી જે સમસ્યાઓ હતી તે ઓછી હશે અને તમને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારામાં હિંમતનો અભાવ રહેશે નહીં, જેના કારણે તમે ઘણાં બધાં કામોને હલ કરશો. અંગત જીવનમાં પણ આજનો દિવસ આનંદદાયક રહેશે.પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. રોકાણ વિશે વિચારી શકો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમે ખૂબ જ અંતર્ધ્યાન મુદ્રામાં હશો. હું તમે આજે કોઈની મદદ પણ કરી શકો છો. પારિવારિક જીવનમાં અસંતોષ રહેશે, પરંતુ વિવાહિત જીવન સુખ, પ્રેમ અને સંબંધના સમન્વયથી ખૂબ ખુશ રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિયજનોની નજીક આવશે અને તેઓને લગ્નનો પ્રસ્તાવ આપી શકે છે. તમારું સ્વાસ્થ્ય ઉતાર-ચડાવથી ભરેલું રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આ રાશિના જાતકો આજના દિવસે સ્વભાવથી ખૂબ જ ભાવનાશીલ રહેશે. આજનો દિવસ થોડી રાહત આપશે. તમારી મોટી ઈચ્છા પૂર્ણ થશે અને જો તમે ક્યાંક નોકરી કરો છો, તો આજે તમે ઓફિસમાં ખૂબ હળવા હશો. તમારા જીવનસાથી તમારા કામ અને તમારા અનુભવની પ્રશંસા કરશે, જે તમને ખૂબ ખુશ દેખાશે. તમારી આવક પણ સારી રહેશે. ફક્ત તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો કારણ કે તમે બીમાર પડી શકો છો.