જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે

ભારતની સૌથી સુંદર 18 મહિલાઓ, જેને દેશમાં જ નહિ દુનિયામાં પણ પોતાની સુંદરતાનો ડંકો વગાડ્યો છે, વાંચો કોણ છે એ

આપણા દેશની મહિલાઓ આમ તો સુંદરતાના મામલામાં દુનિયાની અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે. કારણ કે આપણો દેશ જ એવો છે જ્યાં રૂપ રંગ બીજા દેશો કરતા કંઈક અલગ જ હોય છે. વિશ્વમાં પણ આપણા દેશની ઘણી જ અભિનેત્રીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે અને તે અભિનયના કારણે નહિ પરંતુ પોતાની સુંદરતાના કારણે ચાલો જાણીએ એવી કઈ 18 મહિલાઓ છે જેને જોઈ ને વિશ્વના લોકો પણ એની સુંદરતાની પ્રસંશા કરી રહ્યા છે.

Image Source

1. માધુરી દીક્ષિત:
આપણા દેશની ધક-ધક ગર્લ એટલે માધુરી દીક્ષિત, જેના અભિનય સાથે તેની સુંદરતાના પણ દીવાના દુનિયાભરમાં છે. તેના ડાન્સના પણ ઘણા શોખીનો વિશ્વમાં જોવ મળે છે. માધુરીને “ડાન્સિંગ ડીવા” એવોર્ડથી પણ સન્માનવામાં આવી છે.

Image Source

2. મધુબાલા:
ફિલ્મ મુગલે આઝમમાં ફિલ્મફેયર એવોર્ડ વિજેતા મધુબાલાની સુંદરતા સાથે તેના એક હાસ્યના પણ લોકો દીવાના હતા. તેનું નિધન માત્ર 36 વર્ષની ઉંમરમાં જ થઇ ગયું પરંતુ સુંદરતાની વાત આવૅ ત્યારે મધુબાલાનું નામ જરૂર આવે છે.

Image Source

3. વયજયંતી માલા:
પોતાની સુંદરતા અને કામણગારી આંખોથી વયજયંતી માલા પણ વિશ્વભરમાં પ્રખ્યાત બની હતી. ફિલ્મોમાં ક્લાસિકલ ડાન્સ દ્દ્વારા તેને “ટ્વીન્કલ ટોઝ” પણ કહેવામાં આવે છે.

Image Source

4. ઐશ્વર્યા રાય બચ્ચન:
1994માં મિસ વર્લ્ડનો પુરસ્કાર જીતેલી ઐશ્વર્યાની સુંદરતા પણ વિશ્વભરમાં વિખ્યાત છે. તેની માંજરી આંખો પણ તેની સુંદરતાને વધારે છે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

Image Source

6. નીરજા ભનોટ:
નીરજા કોઈ અભિનેત્રી નથી પરંતુ 5 ડિસેમ્બર 1986ના દિવસે મુંબઈથી સંયુક્ત રાજ્ય અમેરિકાની ઉડાન દરમિયાન યાત્રીઓનો જીવ બચાવવામાં માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નીરજાને સૌથી બહાદુર અને સુંદર મહિલા માનવામાં આવે છે.

Image Source

7. મહારાણી ગાયત્રી દેવી:
જયપુરની ત્રીજી મહારાણી ગાયત્રી દેવીની સુંદરતાની ચર્ચા પણ વિશ્વ વિખ્યાત હતી. 1960ના દસકામાં તે 10 સૌથી સુંદર મહિલાઓમાં આવી હતી. ગાયત્રી દેવીને ગાડીઓ તેમજ રમત ગમતનો ખુબ જ શોખ હતો. 2009માં 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

Image Source

8. નીતા અંબાણી:
ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની પત્નીની પણ સુંદરતા આજે પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી આંકવામાં આવતી. નીતા અંબાણી ડાન્સની ખુબ જ શોખીન છે.

Image Source

9. મુમતાઝ:
પોતાના અભિનયથી દિલ જીતનારી અભિનેત્રી મુમતાઝ એક સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. તેની મોટી આંખો અને તેમાં કરેલું આઇલાઇનર લોકોને ખુબ જ પસંદ આવતું હતું.

Image Source

10. રાણી પધ્માવતી:
આજે પણ ઇતિહાસમાં જેની સુંદરતાનું વર્ણન થાય છે એવી રાણી પધ્માવતીની સુંદરતાના દીવાના એ સમયે ઘણા જ લોકો હતા જેમાં આલાઉદ્દીન ખીલજીનો પણ સમાવેશ થાય છે.

Image Source

11. પરવીન બાબી:
પરવીન બાબી પોતાના બોલ્ડ અંદાઝના કારણે ખુબ જ ચર્ચામાં આવી હતી, તેની સુંદરતા બોલીવુડમાં જ નહિ પરંતુ અંડરવર્લ્ડમાં પણ લોકોને આકર્ષી રહી હતી.

Image Source

12. શ્રેયા ઘોસાલ:
પોતાના આવાજથી સૌને મંત્રમુગ્ધ કરનારી ગાયિકા શ્રેયા ઘોસાલ માત્ર તેના આવાજથી નહિ પરંતુ તેની સૌંદર્યતાથી પણ દુનિયાભરમાં પોતાનો ચાહકવર્ગ મોટો કરી રહી છે.

Image Source

13. દીપિકા પાદુકોણ:
હાલના સમયમાં બોલીવુડમાં એક ફિલ્મ માટે સૌથી વધુ રકમ લેનારી અભિનેત્રી દીપિકા છે. તેની સુંદરતા અને અભિનયના કારણે તેનો દુનિયાભરમાં મોટો ચાહકવર્ગ છે. સાથે તેના ગાલ ઉપર પડતા ડિમ્પલ તેની સુંદરતામાં વધારો કરે છે.

Image Source

14. હેમા માલિની:
“ડ્રિમ ગર્લ”ના નામે ઓળખાતી અભિનેત્રી હેમા માલિની તેના જુવાનીના સમયમાં તો ખુબ જ ચર્ચામાં રહેલી જોવા મળી, તેના ચાહકો દુનિયાભરમાં રહેલા છે પરંતુ આજે પણ હેમા માલિનીની ચર્ચાઓ થતી જોવા મળે છે.

Image Source

15. પ્રિયંકા ચોપડા:
વર્ષ 2000માં મિસ વર્લ્ડનો પુરસ્કાર જીતનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ના માત્ર બોલીવુડમાં જ પોતાનો અભિનય અને સુંદરતા બતાવી પરંતુ હોલીવુડમાં પણ તેના લાખો ચાહકો છે.

Image Source

16. માનુષી છિલ્લર:
માનૂષીને વર્ષ 2017માં મિસ વર્લ્ડનો પુરસ્કાર મળ્યો છે. તેની સુંદરતાના ચાહકો પણ તમને વિશ્વભરમાં જોવા મળશે.

Image Source

17. દિયા મિર્ઝા:
મોડલમાંથી અભિનેત્રી બનેલી દિયા મિર્ઝા 2000માં મિસ એશિયા પેસેફિક રહી છે. જેન બોલીવુડની ઘણી ફિલ્મમોમાં કામ કર્યું છે. તે અત્યારે પ્રાણી અને પર્યાવરણ સુરક્ષા તેમજ કેન્સર માટે જાગૃતિ અભિયાન ચલાવે છે.

Image Source

18. પદ્મલક્ષી:
પદ્મલક્ષી મોડલ, અભિનેત્રી એન્કર સાથે કેટલાક કુકીંગ પુસ્તકો પણ લખી ચુકી છે. તે ઘણા કુકરી શોને પણ હોસ્ટ કરે છે.