વર્ષ 2019માં બુદ્ધપૂર્ણિમા 18 મે શનિવારના દિવસે આવે છે વૈશાખ મહિનામાં આવવાવાળી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વખતે ભૂત પૂર્ણિમાના દિવસે સમસપ્તક રાજ યોગ બની રહ્યો છે.
દિવસે દેવગુરુ બૃહસ્પતિ નવ ગ્રહોના રાજા સૂર્ય દેવ સામે સામે આવશે. જેના કારણે તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

બુદ્ધ પૂર્ણિમા શુભ મુહૂર્ત:-
- વર્ષ 2019માં બુદ્ધપૂર્ણિમા 18 મે શનિવારના દિવસે આવે છે
- પૂર્ણિમા તિથી આરંભ 18 મે શનિવાર 4:10 મિનિટ પર.
- પુર્ણિમા તિથિ સમાપ્તિ 19 મે રવિવાર 2:41 મિનિટ.
બુદ્ધ પૂર્ણિમા પુજા વિધી:-
ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. આ દિવસે બુદ્ધ જયંતિ પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના પહેલા ઘરોમાં અને મઢ સફાઈ કરવામાં આવે છે. તેમજ તેને સજાવામાં આવે છે. આદિવાસે ભગવાન વિષ્ણુ અને બુદ્ધ ની મૂર્તિ સામે દીવો પ્રગટાવવામાં અને આરતી કરવામાં આવે છે.
બુદ્ધ પૂર્ણિમાનુ મહત્વ:-

ભૂત પૂર્ણિમાના દિવસે ગંગા સ્થાન અને દાનનો ખૂબ જ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ પાપ દૂર થઈ જાય છે. આ દિવસે ઉપવાસ રાખવો શુભ માનવામાં આવે છે. ઉપવાસ રાખવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સંતાનને સુખી જીવન પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી તેમજ કથા કરવી શુભ માનવામાં આવે છે.
બુદ્ધ પૂર્ણિમા ઉપાય:-
પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાનો પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે આ દિવસે મા લક્ષ્મીજીનું પ્રિય દિવસ તરીકે ઓળખવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે સમ સપ્તમ રાજયોગ બની રહ્યો છે. જેના કારણે તમારા પ્રત્યે કાર્યમાં સફળતા મળશે. આ ઉપાય કરો અવશ્ય.

1) શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ પર મા લક્ષ્મીજી આવે છે આ દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને પીપળાના વૃક્ષ આગળ કોઈ મિઠાઇનો ભોગ અને જલ અર્પિત કરવાથી મા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા પ્રત્યેક કાર્યમાં સફળતા અપાવે છે.
2) જીવનમાં આવવાવાળી ધન-સંપત્તિની સમસ્યાને કારણે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને કાચું દૂધ ,ખાંડ અને ચોખા નાખીને અધ્ય આપવું શુભ માનવામાં આવે છે.

3) માન્યતા છે કે બુધ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા સાંભળવી તથા કથા કરવી શુભ માનવામાં આવે છે જેનાથી વ્યક્તિની દરેક પરેશાની દૂર થઈ જાય છે તેમ જ આ દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવો શુભ માનવામાં આવે છે.
4) પૂર્ણિમાના દિવસે ભગવાન શંકર અને સફેદ પુષ્પ ચડાવવા ત્યાં સાબુદાણાની ખીર ભગવાનને ભોગ ધરાવવાથી વ્યક્તિના જીવનમાં સૌભાગ્યની વર્ષા પ્રાપ્ત થાય છે અને તેને પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks