જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 18 માર્ચ : સાઈબાબાની કૃપાથી ગુરુવારનો દિવસ આ 6 રાશિના જાતકો માટે બની જશે ખુબ જ ખાસ, જાણીલો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો માટે આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે નહીં તો સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખવું. માનસિક તણાવને લઈને આજના દિવસે પરેશાન રહી શકો છો. પરંતુ બપોર બાદ ભાગ્ય તમારો હાથ પકડશે જેનાથી સવારે અટકેલા કામ પુરા થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેશો. આવકમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લઈને ઘરમાં વાતચીત કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. જેને લઈને કોઈ સારા સમાચાર મળવાના પણ સંકેત ઉભા થાય છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. આજની મુલાકાત યાદગાર પણ બની શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો આજના દિવસે પોતાના પ્રિયજનને ખુશી આપવાના પ્રયાસ કરશે. આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરશો તો પણ તેમના આશીર્વાદથી તમારું જીવન ખુશનુમા બનશે. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાનો પ્રયત્ન કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને ઉપર અસર પડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ નજીકના સંબંધી અથવા તો કોઈ મિત્રની સાથે આજે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ આજના દિવસે પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમારા બોસ તરફથી આજે તમને કામની બાબતનો ઠપકો પણ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ બાબતને લઈને ઝઘડી શકે છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય માટે ચર્ચા કરી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. પ્રેમ સંબંધોમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે તેથી વિચારવું પડશે કે પૈસા ક્યાંથી આવશે. માનસિક તણાવ ચાલી રહ્યો છે બહાર નીકળવાની કોશિશ કરો. કોઈ સાથીની સલાહ ના લો. દાંમ્પત્ય જીવનમાં સમસ્યા વધી શકે છે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે કરેલી મહેનત તમને સફળતા અપાવશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે કંઈક નવા આઈડિયા કામને લઈને આવશે. આજના દિવસે આવકમાં વધારો થશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કામમાં આનંદ મળશે. જેનાથી તમને સફળતા મળશે. દાંમ્પત્ય જીવનમાં સફળતા મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રીય વ્યક્તિ સાથે વાતચીત થશે. આજના દિવસે માનસમ્માનમાં વધારો થશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કામમાં વધુ ધ્યાન આપશો અને પરિવારને ઓછો સમય આપશો. કામમાં ધ્યાન આપશો તેથી કોઈ કારણવગરની ચિંતાઓથી દૂર રહો. આજના દિવસે તમને કોઈ પરેશાની થઇ શકે છે. કાનૂન વિરોધી કોઈ કામ ના કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. પરિવારના લોકોનો સહયોગ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. લવ લાઈફ જીવતા લોકો માટે તનાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિને મનાવવાની કોશિશ કરો.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજનો દિવસ આનંદપૂર્વક પસાર થશે. આજના દિવસે નવી-નવી ટેક્નિકને લગાવીને આજનો દિવસ મનોરંજન ભર્યો રહેશે. દાંમ્પત્ય જીવનમાં આજના દિવસે સમજદારી આવશે. એકબીજાને વધુ પ્રેમ કરશો. આજના દિવસે આકર્ષણ વધશે. લવલાઈફ ખુશનુમા રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય કથળી શકે છે. આજના દિવસે ચિંતા રહેશે. આજના દિવસ સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજના દિવસે તમારી અંદર એક નવી બેચેની મહેસુસ થશે. કોઈ વાતને લઈને ચિંતા થઇ શકે છે. સાસરિયા સાથે કોઈ વાત બગડી શકે છે. દાંમ્પત્ય જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથીને પ્રેમ કરશો. આજના દિવસે લવલાઈફ જીવતા લોકો માટે નવા મિત્રો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે કોઈના ઝઘડામાં બોલવાનું ટાળો. નોકરી કરતા લોકોને આજના દિવસે ઉતમ સફળતા મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કોઈ ટેક્નિકથી સારું પરિણામ મળશે. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. આજના દિવસે લવ લાઈફ જીવતા લોકો માટે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે કંઈક એવી વાત કરશો જેનાથી તમને ભવિષ્યમાં વિચાર કરી શકશો. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા બોસ તમારી પાસે ઉમ્મીદથી વધુ કામ કરાવશે. આજના દિવસે તમારે મહેનત વધુ કરવી પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ધંધામાં સફળતા મળશે.