જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 18 ફેબ્રુઆરી : સાંઈબાબાની કૃપાથી ગુરુવારના દિવસે આ 6 રાશિના જાતકોનું બદલાઈ જશે કિસ્મત, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો આજે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરી શકે છે. જે તમારા માટે કોઈ ફાયદો લઈને આવી શકે છે. આજે વ્યાપારમાં પણ સારો વધારો થશે, જેના કારણે મનમાં પણ ખુશી રહેશે. આજે સમાજની અંદર પણ તમારી માન મર્યાદામાં વધારો થતો જોવા મળશે.  પ્રેમી પંખીડાઓને આજે તેની પ્રિયજન કોઈ સારી વાત કહી શકે છે. પરણિત લોકો માટે પણ આજે પોતાના પાર્ટનર સાથે ખુશી ભરેલો સમય વિતાવવાનો અવસર મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે પરંતુ આવક સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમે ખુદ માટે સમય કાઢશો. કામને લઈને દિવસભર મહેનત કરવી પડશે. જેના પરિણામમાં વિલંબ થઇ શકે છે. સૌથી વધુ પરેશાની માનસિક ચિંતાથી થશે જેનું ખાસ કારણ નહીં હોય. આજના દિવસે વિચારવમાં જ વધુ સમય નીકળશે. ઘરવાળા તમારા કામમાં સહયોગ આપશે અને આગળ વધવામાં મદદ કરશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. લવ લાઈફને લગ્નમાં બદલવાની તક સારી છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાટકોનો આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે એનર્જી વધશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ રહેશે. ઘરની કોઈ તકલીફ કારણ આ તણાવનું કારણ બની શકે છે. આજના દિવસે સંતાન સાથે સમય વિતાવવાનું વધુ પસંદ કરશો જેનો પૂરો ખ્યાલ રાખો.  સ્વાસ્થ્ય સારું રહેશે. નવા કામની તારીફ થશે. લવ લાઈફ વિતાવી રહેલા લોકોને આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ફરવા જવાનો આનંદ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે અનુકૂળ રહેશે. પૈસા સાથે જોડાયેલી બાબતોમાં તમે આજે ભાગ્યશાળી રહેશો. પૈસાની આવક રહેશે. આવકને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. લવ લાઈફમાં કેટલીક સમસ્યાઓ આવશે. તમારા અને તમારા પ્રિય વચ્ચે સાચી સમજણ જોવા નહિ મળે અને તેમની તબિયત પણ બગડશે જ્યારે વિવાહિત લોકો તેમના જીવનને સારી રીતે માણી શકશે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. તમારું મન કોઈ એક જગ્યાએ રહેશે નહીં, પરંતુ એક જ સમયે તમારા મગજમાં ઘણી યોજનાઓ બનશે, જેમ કે કામમાં અડચણ આવી શકે છે. તમને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ મળી શકે છે જે તમારા મિત્ર છે. કામને લઈને દિવસ સારા પરિણામ લાવશે. પરંતુ અજાણ્યો ડર મનમાં રહેશે. જીવનસાથીને આરોગ્ય પણ આપશે. પ્રેમી પંખીડાઓ માટે સારો સમય છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આજનો દિવસ તમારા માટે સાધારણ ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં તમે જે બેદરકારી દાખવી રહ્યા છો તેના કારણે આજે તમને થોડી સમસ્યાઓ આવી શકે છે. પેટમાં અસ્વસ્થતા અથવા ગેસની ફરિયાદો હોઈ શકે છે. તમે તમારા કામ પર પૂર્ણ ધ્યાન આપશો અને અંગત જીવન પણ તમને સંતોષ આપશે. પરિણીત લોકો તેમના ઘરના જીવનને વધુ સુંદર બનાવવા માટે પ્રયત્નશીલ જોવા મળશે. વેપારમાં આજનો દિવસ સફળ રહેશે. કેટલાક નવા લોકોને મળવાની તક મળશે.

7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકો માટે આજના દિવસે વધુ મહેનત કરવી પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચમાં વધારો થશે. માનસિક તણાવથી તમે પરેશાન રહેશો. જેનાથી તમે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. પરણિત લોકો માટે ગૃહસ્થ જીવનમાં જીવનસાથી સાથે નજીક આવવાનો અવસર મળશે. એકબીજામાં સમજ જોવા મળશે. પ્રેમમાં ભાવના વધશે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના લગ્નને લઈને ઘરે વાત કરવા માટે સારો દિવસ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં સુગમતા આવશે. આવકમાં વધારો થશે.જેનાથી મનમાં ખુશી થશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુબ મહેનત કરશો. જેનાથી સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ધર્મ કર્મમાં વધુ ધ્યાન આપશો. કોઈ મિલ્કતનો સોદો થઇ શકે છે. પ્રેમ સંબંધમાં પ્રેમ વધશે. પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પ્રેમ અને રોમાન્સ વધશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે પરિવારમાં ધ્યાન આપશો. પરિવારના લોકોનો સાથ અને સાનિધ્ય મળશે. કામમાં બરકત આવશે. આવકમાં વધારો થશે. કામને લઈને કરેલી મહેનત નજરે આવશે.  દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. જીવનસાથી કોઈ વસ્તુને લઈને માંગણી કરી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિય વ્યક્તિને મળીને ખુશ થશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકો આજે કોઈપણ કારણ વગર પણ તણાવ અનુભવશે. પરિવાર સાથે આજે કોઈ લાંબી યાત્રા ઉપર જવાનું પ્લાનિંગ કરી શકો છો. તમારા પ્રિયપાત્ર સાથે પણ આજે સમય વિતાવવાનો સારો યોગ છે. પહેલાથી નક્કી કરેલા કામમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.આજે તમને માથું દુખવાની સમસ્યા પણ સતાવી શકે છે. પરણિત લોકો પણ બહાર ડિનર માટે જઈ શકે છે.

 

11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના વિરોધીઓ સામે મજબુતીથી ઉભા રહેવાની જરૂર છે.  ઘણા સમયથી અટકેલા સરકારી કામો આજે પુરા થઇ જશે. નોકરીમાં આજે પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. કપડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને માલ ખરીદવા માટે દિવસ સારો છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે ઘરની બહાર સમય વિતાવી શકશે. પ્રેમ જીવનમાં પણ આજે મધુરતા આવવાનો યોગ છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ રાશિના જાતકોને આજે ભાગ્યમાં વધારો થશે જે તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે. આજના દિવસે હિસાબ-કિતાબમાં પારદર્શિતા બનાવી રાખજો. તમારું મન તમને આળશ તરફ ખેંચશે પરંતુ તેનો ત્યાગ કરી પોતાના કામની અંદર આગળ વધો. સફળતા મળશે. પરણિત લોકોના જીવનમાં પણ કોઈ બાબતે અણબનાવ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓએ આજે પોતાની વાણી ઉપર સંયમ રાખવાની જરૂર છે.