સુરતની દીકરીની હત્યા: આજના 18-20 વર્ષના યુવાનોમાં કોઈની દીકરીનો જીવ લેવાની હિંમત આવે છે ક્યાંથી ? તમને ખબર છે તમારો દીકરો શું કરે છે ?

સુરતના કામરેજ કામરેજના પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ દ્વારા ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની છડેચોક હત્યા કરી દેવાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આંખ દેશમાં આ હત્યાના પડઘા પડી રહ્યા છે. આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. યુવતીના પરિવાર અને યુવક વચ્ચે ઘણીવાર સમાધાન થવા છતાં પણ યુવકે ગ્રીષ્માની હત્યા કરી દીધી.

પુણા પાટિયા થી સીમાડા ચેક પોસ્ટ સુધીના BRTS રોડ પર ખાલી કયારેક આંટો મારજો… કેટલા ચા પાનના ગલ્લા છે અને એ ગલ્લા પર કેટલી ઉંમરના છોકરા બેઠા હોય છે કેટલા સમય સુધી બેસી રહે છે અને બેઠા બેઠા શુ કાર્ય કરે છે..! ત્યાંથી કઈ જ્ઞાન મળતું હશે? કોઈ ધંધાની લાઇન મળતી હશે? ક્યાંક તેમાં આપણો છોકરો તો નથી ને ?

કમાવવાની ભાગદોડમાં ક્યારેય સમય કાઢી જરા તપાસ કરજો કે ક્યાંક આપડો છોકરો અવળા રસ્તે તો નથી ચડી રહ્યો..! એને કોઈ બીજો વ્યક્તિ તો કઈ કહી નથી શકતો , નહીતો તેનો વારો પડી જાઈ એટલા અગ્રેસીવ છે આ છોકરા.. મારુ તો માનવું છે કે નવરુ દિમાગ વિનાશ નોતરે..
તમે છોકરાને જલસા કરવા માટે પૈસા આપો છો પણ તમારી એ પણ ફરજ બને છે ને કે તમારો છોકરો એ પૈસા ક્યા વાપરે છે ..! ક્યાંક વ્યસન ના બિલો તો નથી ભરતો ને..!

હજુ પણ દિમાગમાં એ વીડિયો જ ફરે છે.. કેટલી નિર્દયતા એક 18 થી 20 વર્ષના છોકરામાં  જે ખુલ્લેઆમ જાહેરમાં છોકરીની સોસાયટીમાં જઈને ગળું કાપી હત્યા કરી નાખે છે ! ક્યાંથી લાવે છે આટલો બધો ગુસ્સો આ લોકો..? શું એને કાયદાનો પણ ડર નહીં હોય.. ?

Niraj Patel