સુરતના આ બાપ દીકરાએ ફ્લિપકાર્ટનો આટલો કરોડનો માલ કરી નાખ્યો છુમંતર, આખરે આ રીતે ખુલ્યું સમગ્ર રહસ્ય

આજે લોકો પૈસા કમાવવા માટે અવનવા કીમિયાઓ વાપરવા લાગ્યા છે, આજે લોકોને ઓછી મહેનતે રાતો રાત કરોડપતિ થવું હોય છે, અને આ કારણે જ ઘણા લોકો એવા એવા કાંડ કરતા હોય છે જે કે જાણીને ચક્કર આવી જાય. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જેમાં એક બાપ દીકરાએ ફ્લિપકાર્ટ કંપની સાથે કરોડોની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા જ પુણેથી રાજસ્થાન જતી ટ્રકમાંથી ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીના 1.7 કરોડનો માલ અચાનક ગુમ થઇ ગયો હોવાનું સામે આવ્યું જે અંતર્ગત સુરતના એક હિસ્ટ્રીશીટર અને અમદાવાદના એક ઔદ્યોગિક ઉત્પાદક  વેપારીની મંગળવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને સામાન ચોરી કર્યા બાદ વડોદરા જિલ્લાના કરજણ પાસે ટ્રકને એક હોટલની બહાર છોડી મૂકી હતી.

આ ચોરીનો માસ્ટર માઈન્ડ સુરતના પાલ નિવાસી કુશલ શાહ અને માલને લેવા વાળા પંકજ કુમાર ખટીકની ધરપકડ કરી લીધી છે. જયારે કુશલના પિતા શિવલાલ અને ટ્રક ચાલાક રમેશ પટેલ અને ક્લીનર સલમાન ફરાર  થઇ ગયા છે. ત્યારે આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર એલસીબીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા કંપનીની ગાડી સુરતના પલસાણા નજીક એક ગોડાઉનમા રોકાઈ હતી.

આ બાબતની ખરાઈ કરતા સુરતના શિવલાલ શાહ અને કુશલ શાહે ડ્રાયવર કંડકટરને લાલચ આપી તમામ માલ ઉતારી લીધો હતો અને આ માલ અમદાવાદના પંકજ ખટીકને અન્ય વાહન મારફત માલ મોકલી દીધો હતો. સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ થતાં  LCBની મદદ લેવાઈ હતી જે બાદ એક બાદ એક પાસાઓ ભેગા કરી  LCBએ સમગ્ર ચોરીનો ભાંડફોડ કર્યો હતો.

Niraj Patel